Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

સાબરમતી ગુજરાતની સૌથી પ્રદુષિત નદી :નર્મદા અને મહી નદીનો પણ સમાવેશ

કેન્દ્ર સરકાર સ્વરા રજુ કરાયેલા અહેવાલમાં ગુજરાતની 20 સૌથી પ્રદુષિત નદીની યાદી જાહેર

અમદાવાદ ;કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પ્રમાણે ગુજરાતની ૨૦ સૌથી વધુ પ્રદૂષિત નદીમાં સાબરમતી મોખરે છે. સૌથી વધુ પ્રદૂષિત નદીમાં નર્મદા અને મહી નદીનો પણ સમાવેશ થાય છે. સાબરમતી અને મિંઢોળા નદીમાં પ્રદૂષણને અટકાવવા માટે છેલ્લા ચાર વર્ષમાં  કેન્દ્ર સરકારે ૨૦૦ કરોડ ફાળવ્યા છે. ઉદ્યોગોના કારણે રાજ્યમાં નદીના પ્રદુષણમાં વધારો થયો હોવાનું તજજ્ઞો માને છે. અનેક ઉદ્યોગો તેમના કચરાનો નિકાલ નદીમાં કરે છે. ઉદ્યોગો સામે પગલા લેવામાં પણ તંત્ર જાણી જોઇને આંખ આડા કાન કરે છે. ગુજરાતની મોટી નદીઓમાં મોટા ડેમ બનાવવામાં આવી રહ્યા છે. જેના પગલે પણ નદીના પાણી ઉતરી રહ્યા છે .

(11:58 pm IST)