Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

ખંભાતના જલસણના યુવાનનો પત્ની સાથે ઝઘડો થતા ટ્રેન આગળ માથું મૂકીને આપઘાત

આણંદથી ખંભાત તરફ આવતી ડેમુ ટ્રેન આગળ યાવરપુરા-સાયમા વચ્ચે માથુ મૂકી દેતા ઘટનાસ્થળે જ કરૂણમોત

ખંભાત :તાલુકાના જલસણ ગામના યુવાને પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થતા ટ્રેન આગળ માથું મૂકીને આપઘાત કરતા અરેરાટી ફેલાઈ છે જલસણ ગામે રહેતા આ યુવાને પત્ની સાથે ઝઘડો થતાં આણંદથી ખંભાત તરફ આવતી ડેમુ ટ્રેન આગળ યાવરપુરા-સાયમા વચ્ચે માથુ મુકી દઈને આપઘાત કરી લેતાં આ અંગે ખંભાત રૂરલ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ઘરી છે. 

   આ અંગે મળતી વિગત મુજબ સાંજે સવા પાંચેક વાગ્યાના સુમારે આણંદથી ખંભાત તરફ જતી ડેમુ ટ્રેન યાવરપુરા-સાયમા વચ્ચેથી પસાર થતી હતી ત્યારે યુવાને માથુ આડુ મુકી દેતાં માથાનો ભાગ કચડાઈ જવાથી તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતુ. આ અંગે સ્ટેશન માસ્તરે ખંભાત રૂરલ પોલીસને જાણ કરતાં પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મરણ જનારની લાશનો કબજો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપી હતી
   ત્યારબાદ તપાસ કરતાં મરણ જનાર યુવાન જલસણ ગામે રહેતો હરમાનભાઈ ઉર્ફે નટુભાઈ મફતભાઈ તળપદા વાઘરી (ઉ. વ. ૩૨)નો હોવાનુ અને પત્ની સાથે ઝઘડો થતાં આપઘાત કરવાના હેતુસર જ ઘરેથી નીકળી ગયો હોવાનું ખુલવા પામ્યું છે. 

(12:38 pm IST)