Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

કાંકરેજ તાલુકાના શીયા ગામે ખેતરમાંથી પરિણીતાની દીકરી સાથે લાશ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો

કાંકરેજ:તાલુકાના શીયા ગામના ગીતાબેન સરતનભાઇ રબારી .. ૪૧ અને પુત્રી મિનલબેન સરતનભાઇ રબારી .. ૧૫ રહે. શીયા તા.કાકંરેજ જે દિવસ અગાઉ પોતાના પિયર મલવા જવુ છું તેમ કહીને નીકળી હતી જેઓ આજે ડીસા તાલુકાના સણથ ગામે થી ખેતરમાંથી બન્ને મા દિકરી ની રહસ્મય રીતે મૃતહાલતમા લાશ મળી આવી હતી. જેની ભીલડી પોલીસને જાણ થતા ભીલડી પી..સાઇ. .બી.શાહ ઘટના સ્થળે જઇ મૃતકોની ઓળખ વિધી કરીને પોતાના વારસદારોને જાણ કરી ભીલડી સી.એચ.સી ખાતે પોસ્ટમોર્ટ્મ અર્થે ખસેડવામા આવી હતી. મળતી માહિતી મુજબ ખેડુતો પોતાના રવિપાક બચાવવા માટે ભુંડ અને જંગલી જનાવરો થી પોતાના પાકના રક્ષણ માટે  ખેતરમાં ઝટકામશીનથી વિજકરંટ મુકવામા આવે છે. જેને લઇને અવાર નવાર બનાવ બનતા હોય છે. જ્યારે મૃતક કાંકરેજ તાલુકાના શીયા ગામના વતની જેઓની સણથ ગામના ખેતરમા કયા કારણસર આવ્યા જેઓને વિસ્તારમાં કોઇ સગા સંબધી પણ નથી ત્યારે બંન્ને મા દિકરીની લાશ જુનાસણથ ગામે મળી આવતા પોલીસ પણ મુજવણમાં મુકાઇ હતી. બન્ને ઓળખ તેઓના આધાકાર્ડના આધારે થઇ હતી.

(5:38 pm IST)