Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

ગાંધીનગર જિલ્લાના સાદરા ગામે પાણીની ટાંકીની સાઈડમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી ચાર જુગારીઓને ઝડપી પાડ્યા

ગાંધીનગર : જિલ્લામાં આમ તો શ્રાવણ મહિના દરમ્યાન જુગારની પ્રવૃતિ વધુ જોવા મળતી હોય છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં નાના મોટા જુગારધામો ધમધમી રહયા છે. જેને પગલે પોલીસ બાતમીદારોને સક્રિય કરી આવા જુગારધામો ઉપર દરોડા પાડી રહી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે સાદરા ગામે ડબીપુરા જુની પાણીની ટાંકી પાસે કેટલાક ઈસમો ભેગા મળીને તીનપત્તીનો જુગાર રમી રહયા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જે પૈકી પોલીસે સ્થળ ઉપરથી સુહાગ મહેશભાઈ દરજી રહે.જક્ષણીમાતાજી મંદિર પાસેનરેશ રઘુભાઈ વાઘેલા રહે.ડબીપુરાસંજય ભીખાભાઈ ચૌધરી રહે.પોલીસચોકી પાસે સાદરા અને અસ્ફાકખાન બાબુમીયાં પઠાણ રહે. ડબીપુરા સાદરાને ઝડપી પાડયા હતા અને તેમની પાસેથી પાંચ હજાર ઉપરાંતની રોકડ કબ્જે કરી લીધી હતી. જયારે ભાગી ગયેલા ઈસમો સંદર્ભે પુછતાં પોપટજી ફતાજી ઠાકોર રહે.ડબીપુરાલાલાજી ઉદાજી ઠાકોર રહે.ડબીપુરાગાભાજી અમથાજી ઠાકોર રહે.સાદરા ભાગોરવાસકાલીસ રાજુભાઈ વાઘેલા રહે.ડબીપુરા અને ઓમકાર રાજુભાઈ સરદારજી રહે.ડબીપુરા સાદરા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તમામ જુગારીઓ સામે જુગારધારા હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી.

(5:38 pm IST)