Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વડોદરાના નવાપુરામાં લાઈટ બિલ ન ભરનાર રહીશો વિરુદ્ધ જીઇબીના અધિકારીઓએ કાર્યવાહી હાથ ધરતા રહીશોએ હોબાળો મચાવ્યો

વડોદરા: નવાપુરાના રહીશોએ લાઈટ બિલ ભરતા જીઈબીના અધિકારીઓએ ગ્રાહકો સામે કાર્યવાહી હાથ ધરી હતી. જેના ભાગરુપે તેઓએ ગ્રાહકો સાથે બિલ ચૂકવણી અંગે વાતચીત કરી છતાં બિલના નાણા મળતા વીજ કનેક્શન કાપી નાખતા રહીશોએ હોબાળો મચાવ્યો હતો.

કનેક્શન કાપવા આવેલા અધિકારીઓએ કહ્યું કે અમને દાંડિયા બજાર જીઈબી સબડિવિઝનમાંથી જે લોકોએ લાઈટ બિલ ભર્યા હોય તેમના ઘરે જઈ બિલ ભરવાનું કહી નાણા લેવાના રહેશે જો નાણા આપે તો ગ્રાહકનું વીજ કનેક્શન કાપી નાખવાનો અમને ઉપરથી ઓર્ડર આવેલો છે. ગ્રાહકોને તમામ માહિતીની જાણ કરી હોવા છતાં લોકોેએ ઉગ્ર સ્વરુપ ધારણ કરી અમને અહીંથી આગળ નહીં જવા દે તેવી ધમકી આપી હતી. બીજી તરફ લોકોએ પોતાના બચાવમાં કહ્યું કે લોકડાઉનની પરિસ્થિતિમાં નાણાની અછત હોવાથી અમે બિલ ભરી શક્યા નહોતા. આજે અધિકારીઓએ અમને કોઈ નોટિસ કે જાણ કર્યા વગર ફ્લેટની નીચેથી વીજ કનેક્શન કાપી નાખ્યું હતું.અધિકારીઓએ મહિલાઓ સાથે પણ ગેરવર્તુણુંક કરી રહ્યા હતા જેથી અમે નવાપુરા પોલીસ સ્ટેશને મુદ્દે અરજી નોંધાવી છે.

(5:36 pm IST)