Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વડોદરામાં પતંગ ચગાવવા ગયેલ 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા કરુણ મોત

વાઘોડિયા રોડ વિસ્તારનાં નર્મદા ફ્લેટમાં 14 વર્ષનો બાળક પતંગ ચગાવવા માટે ધાબે ચડ્યો હતો

વડોદરામાં ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં પતંગ ચગાવતાં સમયે 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા કરુણ મોત નીપજ્યું છે.

ર વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારનાં નર્મદા ફ્લેટમાં 14 વર્ષનો બાળક પતંગ ચગાવવા માટે ધાબે ચડ્યો હતો. પતંગ ચગાવવામાં મશુગલ બાળકનું ધ્યાન ન રહેતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.

 અત્રે ઉલેલ્ખનીય છે કે  આ પહેલા સુરતના પુણા વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી. 5 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતા બીજા માળેથી પટકાયો હતો. જેને લઇને બાળકનું મોત થયું હતું

(12:11 pm IST)