Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

જયારે પોલીસ કમિશનર અજયકુમાર તોમર વેષ પલટો કરી પોલીસ સ્ટેશને પહોંચ્યા

રાજકોટના પ્રજાવસ્તલ રાજવી લાખાજીરાજબાપુની લોકપ્રિય પદ્ઘતિનું સુરત સીપી દ્વારા અનુકરણીય કાર્ય લોકો ખુશખુશાલ : નહિ કાર..નહિ કાફલો કે નહિ કમાન્ડો...સાદા કપડામાં ગળામાં મફલર માથે ગરમ ટોપી સાથેની વ્યકિત પોલીસના ટોપ બોસ હોવાનું જાણી પોલીસ મથકમાં શું થયું? એ બધી રસપ્રદ વિગતો જાણવા આ સમગ્ર કિસ્સો અવશ્ય વચવો જ રહ્યો

રાજકોટ તા.૫, રાજાશાહી યુગમાં અને ખાસ કરીને રાજકોટના રાજવી આદરણીય શ્રી લાખાજીરાજબાપુ પોતાની પ્રજાને તંત્ર તરફથી કોઈ ફરિયાદ નથી ને તે જોવા માટે રાતે વેષ પલટો કરી નીકળી સાચી પરિસ્થિતિથી માહિતગાર થતાં રજા શાહીની આ તંદુરસ્ત પદ્ઘતિ ખૂબ સફળ બની હતી.લોકશાહી સમયે આવી પ્રચલિત પદ્ઘતિનો ઊંડો અભ્યાસ સાથે સુરતને ડ્રગ્સ અને ક્રાઇમ ફ્રી શહેર બનાવવા માટે ઝઝૂમતા પોલીસ કમિશનર અજય તોમર દ્વારા પણ વેષ પલટો કરી પોલીસ મથકની લીધેલ મુલાકાતથી દરેક પોલીસ મથક સાથે તમામ સ્ટાફ અને અધિકારીઓ એલર્ટ બન્યા છે.

સીપી અજય કુમાર તોમરે ટ્રેક સુટ માથે ગરમ ટોપી અને ગળામાં મફલર સાથે પોતાની કાર તથા કમાન્ડોને ખૂબ દૂર રાખી કતારગામ પોલીસ મથકે ફરિયાદી બની પોહચી ગયા.

તેઓ એક રૂમ માં ગયા ત્યાં પોલીસ સ્ટાફ એક ફરિયાદ દાખલ કરવામાં વ્યસ્ત જણાયો. આ પછી તેવો બીજા રૂમમાં ગયા અને એ રૂમમાં એક મહિલા પોતાના લાપતા બનેલ પતિની ફરિયાદ આપવા આવેલ. પોલીસ કમિશનરને રૂબરૂ કદી જોય ન હોવાથી ફરજ પરના પોલીસ સ્ટાફ શ્રી ચૌધરીને થયું કોઈ ફરિયાદ માટે કોઈ નાગરિક આવ્યા લાગે છે એટલે કય પૂછ્યા વગર પોતાના ગૂમ થયેલ પતિની ફરિયાદ આપવા આવેલ મહિલા ને સાંભળવા લાગેલ.

  મહિલાની ફરિયાદ સાંભળ્યા બાદ શ્રી.ચૌધરી દ્વારા મહિલા ફરિયાદીને તેમના ઘરની નજીક આવેલ ચોકીએ ફરિયાદ કરવા સૂચવ્યું. આ બધો તાલ શાંતિથી જોય રહેલ પોલીસ કમિશનર અજય કુમાર તોમરની ધીરજ હવે ખૂટી ગઈ હોય તેમ તુરત બોલ્યા ચોકીએ કેમ? અહી ફરિયાદ કેમ નહિ.? પોલીસ ની પ્રચલિત ભાષા ને બદલે ફરજ પરના પોલીસ સ્ટાફે ફરિયાદી મહિલાને પૂછ્યું આ ભાઈ તમારી સાથે આવ્યા છે?

વધુ કઇ પૂછપરછ કરે તે પહેલા અજયકુમાર ચૌધરી એ પોતાની ઓળખ આપતાં જણાવ્યું કે હું સુરત પોલીસ કમિશનર છું.એટલું સાંભળતા જ એ પોલીસ સ્ટાફ હલબડી ઉઠ્યા હોય તેમ ફટાફટ ઊભા થઈ સાવધાન બની સેલ્યુટ કરી.ત્યારબાદ માફી માગી.પોલીસ કમિશ્નરે તુરત પોલીસ મથકમાં જ ફરિયાદ લેવડાવી આવી ભૂલ ન કરવા તાકીદ કરી અને સાથે જ ફરિયાદી મહિલાને આશ્વાશન આપી તેમના પતિને શોધવા ખાત્રી આપવા સાથે ટીમો કામે લગાડી આ ઘટના ખૂબ ચર્ચાસ્પદ બની છે. અત્રે યાદ રહે અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવ અને રાજકોટ સીપી મનોજ અગ્રવાલ પણ આરીતે વેષ પલટો કરી પરિસ્થતિનો અભ્યાસ કરવા નીકળ્યા હતા.

(11:31 am IST)