Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

વાપી સહિત દક્ષિણ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં માવઠું....

પાક ને નુકસાન ની ભીતિ ને પગલે જગત નો તાત ફરી ચીંતા માં....

જીતેન્દ્ર રૂપારેલિયા.. વાપી.  તા.૫, વલસાડ.... ડાંગ સહીતના વિસ્તારો માં આજે ત્રીજા દિવસે કમોસમી માવઠાને પગલે પ્રજાજનોને હિલ સ્ટેશન નો અનુભવ થઈ રહ્યો છે ત્યારે પાકને નુકસાનની ભીતી ને પગલે જગત નો તાત ફરી ચીંતા માં મુકાયો છે.  હવામાન ખાતાની આગાહી સાચી ઠરતા છેલ્લા ત્રણેક દિવસથી સાઉથ ગુજરાતનાં કેટલાક વિસ્તારમાં સૂરજ દેવતાની ગેરહાજરી વચ્ચે વાતાવરણ માં આવેલ બદલાવને પગલે માવઠુ પડતા જન જીવન ને તો અસર થવા પામી છે.  વાતાવરણ ઠંડુગાર થઈ જતાં પ્રજાજનો હિલ સ્ટેશનનો અનુભવ કરી રહયા છે. કાતિલ ઠંડા પવનને પગલે લોકો સ્વેટર સહીતના ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડી છે.  જો કે જગતનો તાત ફરી ચીંતામાં મુકાયો છે કેમકે આ વાતાવરણથી શાકભાજી, કઠોળ સહીતના ઊભા પાકોને નુકસાન થશે તેવી ભીતી સેવાઈ રહી છે. 

(11:20 am IST)