Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

રાજપીપળા નગરપાલિકાની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઓબ્ઝર્વર સંગ્રામસિંહ રાઠવાની કાર્યકરો સાથે બેઠક

આગામી સમયમાં રાજપીપળા નગરપાલિકાની ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોનું લિસ્ટ તૈયાર :ચૂંટણી લડવા ટિકિટ માટે કોંગ્રેસ કાર્યકર્તાઓની લાંબી કતાર :ઓવેસી અને બિટીપી ના ગઠબંધન નો ઉપયોગ વોટ તોડવા માટે થઈ રહ્યો છે : સંગ્રામસિંહ રાઠવા

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ભાજપ કોંગ્રેસ અને બિટીપી ઉપરાંત આમ આદમી પાર્ટી ચૂંટણીનો તખ્તો તૈયાર કરી રહી છે, નર્મદા જિલ્લામાં આવનાર તાલુકા જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાની ચૂંટણી ખુબજ નિર્ણાયક બની રહેશે ત્યારે તમામ પક્ષો એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે,રાજપીપળા પાલિકાની ચૂંટણીઓને ધ્યાને લઇ ઉમેદવારોની પસંદગી માટે કોંગ્રેસના ઓબ્ઝર્વર સંગ્રામસિંહ રાઠવાએ  

   રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસ ખાતે ધારાસભ્ય પી.ડી.વસાવા,જિલ્લા પ્રમુખ હરેન્દ્રભાઇ વાળંદ,સહિત કાર્યકર્તાઓ સાથે બેઠક કરી આગામી રાજપીપળા નગરપાલિકા ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ટિકિટ ઇચ્છુંકો સાથે ચર્ચા કરી હતી
  સંગ્રામસિંહ રાઠવાને કોંગ્રેસ દ્વારા રાજપીપળા નગર પાલિકા ચૂંટણીઓના પ્રભારી નું સુકાન સોંપવામાં આવ્યું હોય તેમને જણાવ્યું હતું કે રાજપીપળા આવી ઇચ્છુક ઉમેદવારોની વાત સાંભળી ગત સમયમાં ભાજપ સરકાર દ્વારા રાજપીપળા નગરપાલિકામાં મોટા ભ્રષ્ટાચાર થયા છે ગટર,રોડ,રસ્તા ગંદકી જેવી રાજપીપળામાં મોટી સમસ્યાઓ છે ત્યારે વખતે કોંગ્રેસ લેહરાશે ઉપરાંત જણાવ્યું હતું કે જાગૃત પ્રજા જાણે છે કે ભાગલાવાદી ઝગડાવાદી પાર્ટી કેવું કામ કર્યું છે ઉપરાંત ગત સમય માં કોંગ્રેસ ના વિપક્ષ નેતા ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું તે વિશે પૂછતાં જણાવ્યું હતું કે વિપક્ષ ની ભૂમિકા ની પણ ચર્ચા કરી છે ઉપરાંત ઓવેસી ની પાર્ટી અને બિટીપી ના ગઠબંધન વિશે જણાવ્યું હતું કે તેમનો ઉપયોગ વોટ તોડવા માટે થઈ રહ્યો છે.

(12:56 am IST)