Gujarati News

Gujarati News

News of Tuesday, 5th January 2021

નાવરા ગામની સીમમાંથી 3 ખેડૂતોના ખેતરમાંથી 80,000 ની ડ્રિપ પાઇપોની ચોરી થતા ચકચાર

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નાવરા ગામની સિમમાંથી ત્રણ ખેડૂતોના ખેતરમાંથી અજાણ્યા ચોરો ડ્રિપ પાઇપોની ચોરી કરતા બાબતે ફરિયાદ નોંધાઈ છે.

 

  પ્રાપ્ત માહિતી અનુસાર નાવરા ગામના ખેડૂત કનુભાઇ ભયલાલભાઇ પટેલની ફરિયાદ મુજબ કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તેમના તથા અરવિંદભાઇ વિઠ્ઠલભાઇ પટેલ અને પ્રકાશભાઇ વિનુભાઇ પટેલ ખેતરમાં મળી કુલ રૂ. 80,000ના ડ્રિપના પાઇપોની ચોરી કરી અજાણ્યા ચોરો નાસી જતા આમલેથા પોલીસે બાબતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(12:52 am IST)