Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

વિજાપુરના બામણવા ગામની સગીરાનું અપહરણ-બળાત્કાર કેસમાં આરોપીને 10 વર્ષની સજા

વિજાપુર ;વિજાપુરના બામણવા ગામની સગીરાનું અપહરણ કરીને બળાત્કાર કરવાના કેસમાં આરોપીને 10 વર્ષની સજા ફટકારાઇ છે આજથી ત્રણ વર્ષ અગાઉ વિજાપુર તાલુકાના બામણવા ગામની 17 ર્વિષય સગીરાને લલચાવી-ફોસલાવી અપહરણ કરીને લઈ ગયા બાદ તેની મરજી વિરુધ્ધ તેણી ઉપર બળાત્કાર ગુજારનાર ખદલપુરના આરોપીને મહેસાણાના પોકસો જજશ્રી પી.એસ.કાલાએ દોષિત ઠરાવ્યો હતો. આરોપીને અદાલતે 10 વર્ષની કેદ અને રૂપિયા 10,000 દંડનો હુકમ કર્યો છે. જો દંડ ભરે તો વધુ બે વર્ષની સાદી કેદની સજા ભોગવવાની રહેશે.

(11:56 pm IST)