Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સુરત પોલીસ કર્મચારીઓને ઉપરી અધિકારીઓને સેલ્યુટ કરવા સતીશ શર્માનું ફરમાન

રાફિક પોલીસ તેમજ ટીઆરબીના જવાનોને આ સૂચના લાગુ નથી.:ટ્રાફિક પોઇન્ટ દરમિયાન ઉચ્ચ અધિકારી પસાર થાય તો સાવધાનની સ્થિતિમાસ સન્માન આપવું પડશે

સુરત પોલીસ કમિશનર સતીષ શર્મા દ્વારા ખાસ આદેશ આપવામાં આવ્યો છે. જેમાં પોલીસ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ પોતાના ઉચ્ચ અધિકારીના સન્માનમાં સેલ્યુટ ફરજીયાત કરે.

સુરત પોલીસ કમિશ્નર દ્વારા પોલીસ મથકના અમલદાર કે તેનાથી ઉપરા અધિકારીને સેલ્યુટ કરવા સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશ્નર સતિષ શર્માના જણાવ્યા મુજબ, તેઓના ધ્યાનમાં આવ્યું છે કે અમલદાર કે અન્ય પોલીસ કર્મચારીઓ તેના ઉપરી અધિકારીઓને સેલ્યુટ કરી સન્માન નહોતા આપતા. આ બાબત ધ્યાન પર આવતાં પોલીસ કમિશનરે ફરમાન જારી કર્યું છે.

સુરતના હવે દરેક પોલીસ મથકના અમલદાર કે તેનાથી ઉપરી અધિકારી અથવા સિનિયરને ફરજિયાત સેલ્યુટ મારવા ફરમાન કરવામાં આવ્યું છે. જોકે ટ્રાફિક પોલીસ તેમજ  ટીઆરબીના જવાનોને આ સૂચના લાગુ નથી. પરંતુ ટ્રાફિક પોઈન્ટ દરમ્યાન  પોલીસના ઉચ્ચ અધિકારીઓ પસાર થતા હોય કે પછી ત્યાંથી પસાર થતા હોય તો સાવધાનની સ્થિતિમાં સન્માન આપવું પડશે. તમામ પોલીસ મથકો સહિત શહેરની દરેક શાખાઓને પત્ર લખી સૂચના પત્ર મોકલી દેવામાં આવ્યો છે. પોલીસ કમિશનર સતીશ શર્મા દ્વારા લેખિતમાં આવી  સૂચના અપાઈ છે.

(11:24 pm IST)