Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ખાનગી શાળઓએ સીબીએસઇ શૈક્ષણિક સત્ર ૨૦૧૮-૧૯ ની જાહેર કરેલી ફી માં સ્કુલોની મનમાની

ખાનગી શાળઓએ સીબીએસઇ ૨૦૧૮-૧૯ સત્ર જાહેર કરેલ જેમા સ્કુલોની મનમાની બહાર આવી છે.

જાહેર કરાયેલ નવી ફીમાં ૧૦ થી ૫૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદની ઉદગમ, એશિયા અને ડીપીએસ સ્કુલે આ ફી વધારાની પહેલ કરી છે. ૨૮ હજાર થી ૪૧ હજાર સુધીનો ફી વધારો આ ખાનગી શાળા દ્વારા ઝીંકાયો છે. હાઇકોર્ટ દ્વારા પણ ગુજરાત સરકારના ફી નીયમનને માન્યતા અપાઇ છે. તો પણ હજુ કેટલીક ખાનગી શાળાઓ મનમાની ફી ઉઘરાવી ન્યાયતંત્રના નિર્ણયની અવહેલના કરી રહી છે. સ્થાપિત હિત સમાન આ શાળઓ પર આખરે લગામ કયારે કસાશે.

સરકાર દ્વારા પણ ફી નિયમન મામલે આકરા પગલા લેવાની કટીબધ્ધતા દર્શાવાઇ છે. પરંતુ સામા પક્ષે હજુ પણ ખાનગી શાળાના શિક્ષણ માફિયાઓ બેખૌફ ફી વધારો ઝીંકી રહયા છે. શિક્ષણ ના પવિત્ર વ્યવસાયને ધીકતો ધંધો બનાવનાર આ ખાનગી શાળાઓ પર ત્વરિત આકરા પગલા લેવાય તેવી માંગણી દરેક વાલી સહિત ગુજરાતની સામાન્ય જનતાની છે. ત્યારે હવે સરકાર સમગ્ર મામલે શું નિર્ણય કરશે. તે શિક્ષણનું ભાવિ નકકી કરશે. કેમ કે હાઇકોર્ટની લપડાક બાદ પણ શાળા પ્રશાસનની આ મનમાની ફરી સામે આવી રહી છે.

(8:30 pm IST)