Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

આંકલાવના અંબાલીમાં પ્રેમ લગ્ન બાબતે યુવતીને ઢોરમાર મારતા ફરિયાદ

આંકલાવ:તાલુકાના અંબાલી ગામે પુત્ર સાથે પ્રેમસબંધ ધરાવનાર યુવતીને માતા અને બહેને માર મારતાં આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.
મળતી વિગતો અનુસાર અંબાલી ગામે રહેતી રેખાબેન મંગળભાઈ પરમાર આજે સાંજના સુમારે કાળકા માતા મંદિરે દર્શન કરવા જતી હતી ત્યારે નજીકમા ંજ રહેતા કોકિલાબેન અને નયનાબેને આવી ચઢીને તુ મારા પુત્રને છોડી દે, તેમ જણાવીને ગડદાપાટુનો માર માર્યો હતો અને ડાબી આંખ ઉપર ઈજાઓ પહોંચાડી હતી. રેખાબેનને કોકિલાબેનના પુત્ર સાથે છેલ્લા સાતેક વર્ષથી પ્રેમસબંધ હતો જેને લઈને તેણી લગ્ન કરવા માંગતી હતી પરંતુ કોકિલાબેનને તે મંજૂર ના હોય મારામારી કરી હતી.

(6:03 pm IST)