Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ઉમરેઠ-થામણા રોડ પર પુરપાટ ઝડપે જતી બાઈક સ્લીપ થતા ચાલકનું ઘટનાસ્થળેજ મોત

ઉમરેઠ:ઉમરેઠ-થામણા રોડ ઉપર આજે સાંજના સુમારે બાઈક સ્લીપ ખાતા ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતુ જ્યારે અન્ય ઈજાગ્રસ્તને દવાખાને લઈ જવામાં આવ્યો હતો.
ખીજલપુર ખાતે રહેતા નરેશભાઈ છત્રસિંહ પરમાર (ઉ. વ. ૨૮)તથા હર્ષદભાઈ બુધાભાઈ પરમાર કામ અર્થે બાઈક લઈને ઉમરેઠ આવ્યા હતા અને સાંજના સુમારે પરત જવા નીકળ્યા હતા. સાંજના સવા છ વાગ્યાના સુમારે ઉમરેઠ-થામણા માર્ગ પરથી પસાર થતા હતા ત્યારે એકાએક કૂતરું આડું ઉતરતાં ચાલકનો કન્ટ્રોલ રહ્યો નહોતો અને બાઈક સ્લીપ ખાઈ જતાં બન્ને ગંભીર રીતે ઘવાયા હતા જેઓને નડીઆદ સિવિલ હોસ્પિટલમાં લઈ જતાં ફરજ પરના તબીબે નરેશભાઈને મૃત જાહેર કર્યો હતો. ઉમરેઠ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 

(6:02 pm IST)