Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

હિંમતનગરમાં એટીએમનો પાસવર્ડ જાણી 50 હજારની ઉચાપત કરનાર કિશોર પોલીસના સકંજામાં

હિંમતનગર:શહેરના સહકારી જીન વિસ્તારમાં આવેલા એક એટીએમમાંથી અઠવાડીયા અગાઉ એક ધારકના ખાતામાંથી અજાણ્યો શખ્સ રૃા.૫૦ હજાર ઉપાડી ગયો હતો જે અંગેની ફરીયાદ હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોધાવા પામી હતી જેની તપાસ દરમિયાન એસઓજીએ એક કિશોરને બુધવારે ઝડપી લઈ તેની પાસેથી રૃા.૫૦ હજાર રોકડ કબ્જે લેવામાં આવી હતી

આ અંગે એસઓજી તથા એડીવીઝન પોલીસના સૂત્રો માંથી મળતી માહિતી મુજબ ગત તા.૨૮ ડિસેમ્બરના રોજ હિંમતનગરના મહાવીરનગરમાં આવેલ અમરનાથ સોસાયટીમાં રહેતા કાનાજી અમથાજી ઠાકોરના ખાતા માંથી એક અજાણ્યો શખ્સ તબક્કાવાર રૃા.૫૦ હજાર ઉપાડી ગયો હતો જે અંગે તેમણે એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી
જે અધારે આ તપાસ એસઓજી ધ્વારા કરાઈ રહી હતી ત્યારે કાનાજી ઠાકોરે પોલીસને આપેલી કેટલીક વિગતોને આધારે તપાસ કરતા કાનાજી ઠાકોરના ખાતામાંથી રૃા.૫૦ હજાર ઉપાડી લેવાયા હતા તે સહકારી જીન વિસ્તારમાં પેટ્રોલ પંપ નજીક આવેલ એટીએમમાંથી ઉપડયા હોવાનું જણાયુ હતુ.
 જેથી પોલીસે પેટ્રોલ પંપના સીસીટીવી ફુટઝને આધારે તપાસ કરતા એક કિશોરે નાણા ઉપાડયા હોવાનું જણાતા એસઓજીએ તપાસને અંતે આ કિશોરને શોધી કાઢી તેના વાલીને સાથે રાખી પૂછપરછ કર્યા બાદ તેની પાસેથી રૃા.૫૦ હજાર રોકડા કબ્જે લેવામાં આવ્યા હતા
આ કિશોરે પોલીસ સમક્ષ એવી કેફીયત રજુ કરી હતી કે તે કાનાજી ઠાકોરને ઓળખતો હોવાને કારણે તેમની બેગમાં મુકેલ એટીએમ કાર્ડની પાછળનો ગુપ્ત પાસવર્ડ જાણી લઈને તેમના ખાતામાંથી રૃા.૧૦ હજારનું પાંચ વખત ઉપાડ કર્યો હતો ત્યારબાદ એસઓજીએ આ કિશોર વિરૃધ્ધ બુધવારે હિંમતનગર એડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી હતી.

(6:00 pm IST)