Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સુરતના ડભોલીમાં ગેરકાયદે બનતા મંદિરનું ડીમોલેશન થતા અરેરાટી

સુરત: મ્યુનિ.ના કતારગામ ઝોનમાં મંદિરની બહાર માર્જીનના પ્લોટમાં થતું ગેરકાયદે બાંધકામ દુર કરવામાં આવ્યું હતું. દબાણ માટે વિવાદ ઉભો થાય તે પહપેલાં જ કતારગામ ઝોને દબાણ દુર કરી દેવાની કામગીરી કરી હતી. મંદિર બહાર ડિમોલીશન હોવાના કારણે લોકો ભેગા થયા હતા પણ કોઈએ વિરોધ ન કરતાં શાંતિથી ડિમોલીશનની કામગીરી થઈ હતી. આવી જ રીતે અન્ય ધાર્મિક સ્થળોના નડતરરૃપ દબાણ દુર કરવામાં સહયોગ મળે તો શહેરની ટ્રાફિક સમસ્યા હળવી થઈ શકે છે. સુરત મ્યુનિ.ના કતારગામ ઝોનમાં ડભોલી ચાર રસ્તા પાસે આવેલી વૃંદાવન સોસાયટી પાસે શંકરભગવાનનું મંદિર છે. આ મંદિરના માર્જીના પ્લોટમાં હાલમાં એંગલ ઉભા કરીને બાંધકામ કરવામાં આવતું હોવાની જાણ થતાં કતારગામ ઝોનનો સ્ટાફ પહોંચી ગયો હતો. મંદિરના કારણે લોકો વિરોધ થાય તેવી ભીતી હતી પરંતુ ભેગા થયેલા લોકોએ મ્યુનિ.ની કામગીરીમાં કોઈ દ ખલગીરી ન કરતાં ડિમોલીશનની કામગીરી શાંતિથી ચાલી રહી છે. આ મંદિરના ગેરકાયદે બાંધકામની જેમ અન્ય ધર્મસ્થળોના ગેરકાયદે બાંધકામના ડિમોલીશનમાં સ્થાનિક લોકો વિરોધ કરવાના બદલે મ્યુનિ. તંત્રને સહયોગ આપે તો શહેરના રસ્તા પર આવેલા સંખ્યાબંધ ધાર્મિક સ્થળોના દબાણ સરળતાથી દુર થઈ શકે અને સુરતની ટ્રાફિકની સમ્સયા પણ હળવી થઈ શકે છે. ભુતકાળમાં મ્યુનિ. તંત્રએ સર્વે કર્યો હતો તેમાં રસ્તા વચ્ચે નડતરરૃપ ૩૦૦થી વધુ ધાર્મિક સ્થળોના દબાણ હોવાનું બહાર આવ્યું હતું. લોકોની લાગણી ન દુભાઈ તે માટે ડિમોલીશન થતુ નથી પણ ધાર્મિક સ્થળના ડિમોલીશન માટે વિવિધ ધર્મના લોકો સામે આવે તો આ સમસ્યાનું નિરાકરણ થઈ શકે છે.

(5:59 pm IST)