Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

અ'વાદ: મ્યુનિ.ચીફ ઓડિટરના અહેવાલમાં 131 કરોડના છબરડાં થતા પોલીસ ફરિયાદ

અમદાવાદ: મ્યુનિ.ના ચીફ ઓડિટરના અહેવાલમાં ગયા વર્ષના હિસાબોમાં જુદા જુદા ખાતાઓ દ્વારા વેપારીઓ અને કોન્ટ્રાક્ટરોને એડવાન્સ ચૂકવેલ રૃા. ૧૨૦.૯૩ કરોડની રકમ અને ઉધાર બાકી પેટેના રૃા. ૧૦.૬૪ કરોડ મળીને કુલ રૃા. ૧૩૧.૫૭ કરોડના હિસાબોના ઠેકાણા જ નહિ હોવાની ગંભીર બાબત અહેવાલની આગળ નોંધ છે. આ બાબતે સંબંધિત ખાતાઓની પૃચ્છા કરવા છતાં તેઓ આંખ આડા કાન કરતા હોવાનું જણાયું છે. મ્યુનિ. અધિકારીઓ નાણાં જેવી બાબતમાં પણ કેવા બિનસંવેદનશીલ બની ગયા છે તેનો આ નમૂનો છે. ઉપરાંત સૌથી વધુ ગેરરીતિ ચાલે છે તેવા એન્જિનિયરિંગ ખાતાનો વહીવટ સુધરે તે માટે ૧૦ જેટલા સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં સૌથી ગંભીર મુદ્દો કામ પત્યે મ્યુનિ.માં ફાઇનલ બિલો જ રજૂ નહી થતા હોવાનો છે. કરોડો રૃપિયાના પ્રોજેક્ટના કામો પતી ગયા પછી કોન્ટ્રાક્ટરો તેમની ડિપોઝીટની રકમ જતી કરીને પણ ફાયનલ બિલો રજૂ કરવા તૈયાર નથી. કેમ કે, તેમ કરવા જતાં કોન્ટ્રાક્ટર અને તેને તેના કર્મચારીઓની જેમ જ સહયોગ આપનાર એન્જિનિયર કર્મચારીએ કરેલા ગોટાળાઓ ખુલ્લા પડી જાય. ફાઇનલ બિલો રજૂ થાય તો એન્જિનિયરે કામ ટેન્ડરની શરતો પ્રમાણે થયું છે તેનું પ્રમાણપત્ર આપવું પડે. આ દિશામાં વર્ષોથી પોલમપોલ ચાલે છે કેમ કે કામ ટેન્ડર પ્રમાણે થતા જ નથી. આ અંગે એવું સૂચન કરાયું છે કે, કોન્ટ્રાક્ટર ફાઇનલ બિલ રજૂ ના કરે ત્યાં સુધી તેના ચાલતા બીજા કામોનું પેમેન્ટ અટકાવી દેવું. ઉપરાંત કામના માપની મેજરમેન્ટ બુકને ઓનલાઇન કરી તેને ફાયનાન્સ સિસ્ટીમ સાથે જોડી દેવા જણાવાયું છે. કેમ કે, મોટી ગરબડ મેજરમેન્ટ બુકમાં થતી હોય છે. તેમ જ ટેન્ડરના કામની મુદત પૂરી થાય તે દરમ્યાન યોગ્ય સમયમાં નવા ટેન્ડરની કાર્યવાહી નહી કરીને જૂના કોન્ટ્રાક્ટરની મુદત વધારવાની બાબતમાં પણ સુધારા જરૃરી છે. આ અંગે નાણાંકીય નુકસાનીની બાબતોની જવાબદારી નક્કી થવી જોઈએ. ઉપરાંત રોડ રિસરફેશીંગના કામમાં બિલો સાથે વપરાયેલા માલસામાનની વજનચિઠ્ઠી સામેલ કરવામાં આવતી નથી. મટિરિયલના ટેસ્ટ રિપોર્ટ ફાઇલમાં મૂકાતા ની, કન્સલ્ટન્ટને એક ડિઝાઇનના નાણાં એક વખત જ ચૂકવવા જોઈએ વગેરે સૂચનો કર્યા છે. ઝોન અને પ્રોજેક્ટ દ્વારા કામોના ભાવમાં તફાવત કેમ હોય છે. તેની પણ ચકાસણી જરૃરી છે. રોડના કામોનીવ ગિતો ઓનલાઇન વેબસાઇટ પર મૂકાવી જોઈએ તે મુકાતી નથી. ડ્રેનેજ અને પાણીના કનેક્શનની આવક પણ વોર્ડવાર જણાવાતી નથી તેમ ઓડિટરે નોંધ્યું છે.

(5:58 pm IST)