Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

આણંદમાં અકસ્માતના જુદ-જુદા બે બનાવમાં 2 જણાએ જીવ ગુમાવ્યા

આણંદ:જિલ્લામાં બે જુદાજુદા સ્થળોએ વાહન અકસ્માત સર્જાયા હતા.આણંદના એક્સપ્રેસ વે પર આવેલ વેરાખાડી પાસે એક ટ્રેલરના ચાલકે ઓવરટેક કરવા જતા વાહન અકસ્માત સર્જાયો હતો. આ વાહન અકસ્માતમાં ટ્રેલરમાં બેઠેલ ચાલકને વાહનમાંથી ગેસ કટરથી કાપી બહાર કાઢવામાં આવ્યો હતો.જ્યારે બીજો બનાવ બોરસદના બોચાસણ રોડ પર એક ટ્રકના ચાલકે રસ્તે જતા બાઈકને ટક્કર મારી હતી. આ બાઈક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું.આ બંન્ને બનાવોમાં હદ ધરાવતા પોલીસ મથકોએ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા.આ ઘટનામાં પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ખંભોળજ પાસેથી પસાર થતા અક્સપ્રેસ વે પર વહેલી સવારે એક વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર નં આર જે ૧૪ જીએચ ૧૬૬૯ના ચાલકે પોતાનું ટ્રેલર બેફીકરાઈ અને ગફલતભરી રીતે પુરઝડપે હંકાર્યુ હતું. આ ટ્રેલર ચાલકે રસ્તાની આગળ જતા ટ્રેલરનં જીજે ૧૨ એયું ૫૩૮૩નો ઓવરટેક કરતા તેની સાથે ઘડાકાભેર અથડાયું હતું. આ ટ્રેલરનો ચાલક હરીલાલ જરુ ઉ.વ.૨૧ને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ આણંદ ફાયર ફાઈટરો અને ૧૦૮ને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. જ્યારે ટ્રેલરના ચાલકના મૃતદેહને ગેસ કટરથી કાપી બહાર કાઢવામાં આવ્યો હતો.આ અકસ્માતથી થોડા સમય સુધી વાહન વ્યવહાર ઠપ્પ રહેવા પામ્યો હતો.આ બનાવ બાદ ખંભોળજ પોલીસ મથકે નવીન મરંડની ફરિયાદના આધારે ટ્રેલર ચાલક સામે ફેટલ અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

(5:57 pm IST)