Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

8 દિવસથી પાણી નહીં મળતા મહિલાઓએ માટલા ફોડી દર્શાવ્યો વિરોધ

વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલ એશિયાના નગર, અશ્વમેઘ સોસાયટી, શિવાંગી સોસાયટી અને નવીનગરીના રહિશોને છેલ્લા ૮ દિવસથી પાણી નહિ મળતા પાલિકાની વડીવાડી પશ્ર્ચિમ ઝોનની કચેરી ખાતે  મહિલાઓએ હલ્લાબોલ કર્યો હતો.
છેલ્લા કેટલાય દિવસથી પાણી વગર હેરાનગતી થઇ રહી હોવાને કારણે આજે મહિલાઓ ગુસ્સે ભરાઇ હતી. અને આજે સ્થાનિક મહિલાઓએ રણચંડીનું રૂપ ધારણ કરીને માટલા ફોડી વિરોધ વ્યકત કર્યો હતો. શિયાળાની ૠતુમાં પુરતું પાણી નહિ મળવાથી રહિશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

ઉલ્લેખનીય છે કે ઉનાળાની ૠતુમાં પાણી ન મળે અને સ્થાનિકો દ્વારા વિરોધ થાય તે સ્વભાવિક છે.પરંતુ શિયાળામાં છેલ્લા કેટલાક દિવસોથી સ્થાનિકોને પુરતુ પાણી નહિ મળતા આજે સ્થાનિક મહિલાઓએ પોતાની ધીરજ ગુમાવી હતી.અને માટલા ફોડી પાલિકા સમક્ષ પોતાનો વિરોધ વ્યકત કર્યો હતો.અને આ માટલાફોડના કાર્યક્રમમાં બે થી વધુ સોસાયટીઓની મહિલાઓ પણ જોડાઇ હતી અને તેમણે પણ માટલા ફોડી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.અને પાલિકા દ્વારા તેમની સમસ્યાનો જલ્દી ઉકેલ મળે અને રાબેતા મુજબ પાણી મળે તેવી માંગ ઉચ્ચારી હતી..

(5:51 pm IST)