Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

શ્રી સ્વામિનારાયણ મંદિર,સરથાણા-સુરતમાં શાકોત્સવ પર્વે ભકત મહેરામણ ઉમટ્યો...

ગાંધીનગર : ગરવા ગુજરાતના દક્ષિણે સૂર્યપુત્રી તાપીને તીરે વસેલા સુરતમાં મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનનું શ્રી સ્વામિનારાયણ મંદિર અનેક સત્સંગીઓ અને ભાવિકો માટે આસ્થા અને શ્રદ્ઘાનું પરમ કેન્દ્ર છે. ગુજરાતના સિંગાપોર તરીકે જેની ઓળખ છે તેમજ ડાયમંડ નગરી, ટેક્ષટાઈલ નગરી તથા સોનાની મૂરત સમુ સુરત શહેર વર્ષોથી પોતાની આગવી સંસ્કૃતિ અને સંસ્કારથી સુપ્રસિદ્ઘ છે. આ શહેરમાં અનેક ધર્મ અને સંસ્કૃતિને વરેલી વિધ વિધ ભાષી જનજાતિ વસે છે.

ભેદભાવ વચ્ચેનો ભાવ અને એ ભાવ થકી ઊજવાતો ઉત્સવ એટલે શાકોત્સવ...શાકોત્સવ સંપ્રદાયનો શિરમોડ ઉત્સવ છે, કારણ કે આ ઉત્સવમાં સુરાખાચર અને શાન્તાબાનું સમર્પણ સમાયેલું છે. શિયાળાના દિવસોમાં કાઠીયાવાડમાં આવેલા લોયા ગામે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને નિજ કરકમલ દ્વારા આજથી ૧૯૭ વર્ષ પહેલા ૬૦ મણ રીંગણા અને ૧૮ મણ દ્યીનો વદ્યાર કરી શાક બનાવ્યું હતું. જેનો અદ્બુત સ્વાદ લેવા અવતારો-દેવો પણ આવ્યા હતા. જે પરંપરા આજે પણ ચાલી આવી રહી છે. જેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાયના તે તે મંદિરોમાં એક ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવે છે. લોયા અને નાગડકાના ગામધણી એવા સુરાખાચરની ભકિત અને શ્રી સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય કરુણામાંથી પ્રગટેલો આ શાકોત્સવ છે. નાનકડું રીંગણ ભગવાનના હાથમાં આવતાં તે શાકનો રાજા બની ગયું તે જ રીતે જે ભકત ભગવાનના સત્કાર્યો કરે છે તે પણ પોતાના જીવનમાં મહાન બને છે.ભગવાન, સત્કાર્યો માટે વાપરેલી સંપત્ત્િ। કયારેય વ્યર્થ જતી નથી.

શાકોત્સવ પર્વે સ્વામિનારાયણબાપા સ્વામીબાપા સમક્ષ રીંગણાનું શાક, બાજરીના રોટલા, પકવાન આદિનો અન્નકૂટ ગોઠવવામાં આવ્યો હતો. અને સંધ્યા આરતી બાદ મહંત શ્રી હરીકેશવદાસજી સ્વામી, કડી શ્રી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી શ્રી અનાદિસિદ્ઘદાસજી સ્વામી, મહંત શ્રી યોગવલ્લભદાસજી સ્વામી, શ્રી ધર્માત્મપ્રિયદાસજી સ્વામી, શ્રી સનાતનસ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામી આદિ સંતો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સત્સંગીઓએ શ્રી હરિકૃષ્ણ મહારાજ સહ ઓચ્છવ કરતા મંદિરના પરિસરમાં પધાર્યા હતા. અને અહીં ભવ્યાતિભવ્ય શાકોત્સવમાં મોટી સંખ્યામાં શ્રદ્ઘાળુઓ ઉમટી પડ્યા હતા. તે સર્વેએ મહાપ્રસાદ માણ્યો હતો. આ પાવન પર્વે ધનુર્માસ અને  શાકોત્સવ પર્વ નિમિત્ત્।ે પાંચ દિવસની ઙ્ક જીવનપ્રાણ શ્રી મુકતજીવન સ્વામીબાપાની વાતો ભાગ-૧ઙ્ખ ની કથામૃતની પાન શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ કરાવ્યું હતું.

(4:30 pm IST)