Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

સૌરાષ્ટ્ર - કચ્છમાં વધશે ઠંડી

ગુજરાતમાં ઠંડીનો ચમકારોઃ ૭૨ કલાક સુધી શીતલહેરની આગાહી

અમદાવાદ તા. ૫ : અમદાવાદ સહિત રાજયભરમાં ઠંડીનું જોર વધતું જાય છે. ગઈકાલે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૦.૫ સેલ્સિયસ નોંધાયુ હતું. હવામાનનની આગાહી કરનાર લોકોનું માનવું છે કે, સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં આગામી દિવસોમાં ઠંડીનું જોર વધશે.

નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, બુધવારના રોજ દિવસ અને રાતના તાપમાનમાં વધારે ફેરફાર નહોતો જોવા મળ્યો. આગામી ૭૨ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છના અમુક છુટાછવાયા સ્થળોએ શીતલહેર જોવા મળશે. શુક્રવાર અને શનિવારના રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે.

IMD પ્રમાણે નલિયામાં સૌથી ઓછું તાપમાન 6.6C ડિગ્રી નોંધાયુ હતુ, ત્યારથી ગાંધીનગર અને ડીસામાં ૯ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૦.૫ સેલ્સિયસ હતું.(૨૧.૧૦)

(11:40 am IST)