Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

અમદાવાદમાં આધ્યાત્મીક મેળામાં ગુજરાતના યાત્રાધામોની પ્રતિકૃતિ રજુ

પ્રભાસપાટણ તા. પ : ગુજરાતભરના યાત્રાધામોની માહિતી મળી રહે અને દરેક મંદિરોમાં એકજ સ્થળે દર્શન થાય એ માટે અમદાવાદના જી.એમ.ડી.સી. મેદાન ખાતે તા. ૪ થી ૬ આધ્યાત્મિક મેળો યોજાશે જેમાં સોમનાથ ટ્રસ્ટ પણ ભાગ લઇ રહેલ છે. ગુજરાત તથા અન્ય રાજયોના ભાવિકોને એકજ સ્થળે ગુજરાતના દરેક યાત્રાધામોના દર્શનની અનુભુતી થાય અને મંદિરોની વિશેષતા અંગે માહિતી મળી રહે એ માટે આધ્યાત્મિક મેળામાં મંદિરોની પ્રતિકૃતિ રજુ કરાશે અહી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ૬૦ લાખ ૬૦ ની જગ્યાના મંડપમાં સોમનાથનું દિગ્જિય દ્વારા મંદિરનો ગર્ભગૃહ અને સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની  પ્રતિકૃતિ ઉભી કરાય છે અને વિશાળ એલઇડી સ્ક્રીનમાં પ્રભાસ પાટણ ખાતે આવેલા સોમનાથ મહાદેવના દર્શનનું લાઇવ પ્રસારણ કરાશે અને ઘર આંગણે દરેક યાત્રાધામોના દર્શનની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે.

અમદાવાદમાં યોજાનાર આધ્યાત્મિક મેળાની જેમ ઉજૈનમાં પણ આવો કાર્યક્રમ યોજાશે જેને લઇને એક બેઠક મળી હતી જેમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, મુખ્ય પુજારી ધનંજય દવે સહિતના મહોત્સવમાં ભાગ લેશે જેમાં પ જાન્યુઆરીએ ઉજજૈન શહેરમાં ૧ર જયોતિર્લીંગ પ્રતિકૃતી સાથે શોભાયાત્રા નિકળશે અને પાલખી યાત્રામાં ંભારત દેશના ધર્મ સ્થળોના પુજારીઓ સંચાલકો અને ભાવિકો જોડાશે.

(11:24 am IST)