Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

નડિયાદ-પેટલાદ રોડ પર ગમખ્વાર અકસ્માત ;2ના મોત ;ત્રણ ગંભીર

પીપળાતા ગામ પાસે કન્ટેનર અને ટ્રેકટર વચ્ચે અકસ્માત સર્જાયો :પોલીસ ઘટના સ્થળે પહોંચી

અમદાવાદ ;નડિયાદ-પેટલાદ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નડિયાદ-પેટલાદ રોડ પર  પીપળાતા ગામ પાસે કન્ટેનર અને ટ્રેક્ટર વચ્ચેના આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયાં હતાં અને 3 લોકો ગંભીર રીતે ઘવાયા હતાં. 

અકસ્માતની જાણ થતા સ્થાનિક લોકો ઉમટી પડયાં હતાં પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આ મામલે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી હતી.

 

(10:28 am IST)