Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મોડાસાના કસ્બા વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ પર હુમલો કરતા શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

મોડાસા: તાલુકા ના કસ્બા વિસ્તારમાંના એક આરોપીને પકડ અને રીકવરી વોરંટ બજાવવા ગયેલી પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉપર હુમલો કરાતાં આ ઘટના ટોક ઓફ ધ ટાઉન બની હતી. આ પ્રકરણે કોર્ટની વોરંટ ડયુટીમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને ધક્કે ચડાવી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપનાર અને સરકારી ફરજમાં રૂકાવટ કરનાર વોન્ટેડ આરોપી અને તેના મદદગારો વિરૂધ્ધ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અને  કોર્ટમાં વોરંટ ડયુટી બજાવતા પોલીસ કર્મી ચીમનભાઈ ભગોરા શુક્રવારના રોજ તેઓને સોંપવામાં આવેલ પકડ અને રીકવરી વોરંટ બજાવવા ટાઉન પોલીસની ટીમ સાથે નગરના કસ્બા વિસ્તારમાં ગયા હતા. મોડાસા અને જિલ્લાની જુદીજુદી કોર્ટના વોરંટની બજવણીથી બચવા છેલ્લા કેટલાય સમયથી નાસતો ફરતો આરોપી અલ્તાફહુસેન ગુલામનબી શેખ ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં આ હેડ કોન્સ્ટેબલ છ  પકડ અને રીકવરી વોરંટ બજાવવા ટાઉનની ટીમ સામે કસ્બા વિસ્તારમાં પહોંચ્યા હતા. ત્યારે વોન્ટેડ આરોપી અલ્તાફહુસેન પોલીસને જોઈ બકરા બાંધવાના વાડામાં છુપાઈ ગયો હતો.

(5:26 pm IST)