Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

જગદીશભાઇ અનુભવી-સક્ષમ નેતા : અમિત ચાવડા ૨૦૨૨માં ગુજરાતમાં સરકાર બનાવીશું : ભરતસિંહ સોલંકી

અમદાવાદ,તા. ૪ : ગુજરાત કોંગ્રેસના નવનિયુકત પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ અનુભવી અને સક્ષમ નેતા છે અને તેમના નેતૃત્વમાં આગામી વિધાનસભા ચુંટણીમાં બધા સાથે મળીને કોંગ્રેસને વિજય અપાવીશું. તેમ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યુ હતુ. તેમણે ઉમેરેલ કે પાર્ટીને સમર્ર્પીત કાર્યકર છુ અને રહીશ. પાર્ટીએ જે પણ જવાબદારી સોંપી તેના માટે આભારી છું. ભવિષ્યમાં પણ જે જવાબદારી પાર્ટી સોંપશે તે ઇમાનદારીથી નિભાવીશ.

ઉપરાંત પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ જગદીશભાઇને પોતાના નાનાભાઇ ગણાવી ૨૦૨૨ની ચુંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવા બધા સાથેમળી કામ કરીશુ. તેમ જણાવેલ. પાર્ટીના ગુજરાત પ્રભારી ડો.રઘુ શર્માએ પણ જગદીશભાઇની નિયુકતીથી પાર્ટીને વધુ મજબુતી મળ્યાનું જણાવેલ.

(1:06 pm IST)