Gujarati News

Gujarati News

News of Friday, 4th December 2020

વડનગર-વિસનગર હાઇવે પર મલેકપુર ચોકડી પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે ગંભીર અકસ્માત: ત્રણ લોકોના ઘટના સ્થળે મોત

એક્ટિવા સવાર ત્રણેય મૃતકો વિસનગર અને સીપોરના રહેવાસી : યુવાન દીકરાઓના મોતથી પરિવાર પર આભ તૂટી પડ્યું

મહેસાણા : વડનગર-વિસનગર હાઇવે પર ટ્રક અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં એક્ટિવા પર બેઠેલા ત્રણેય યુવકોનાં ઘટના સ્થળે જ મોત નિપજ્યાં હતા. ઘટના અંગે માહિતી મળતા આસપાસના લોકો એકત્ર થયા હતા. પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. યુવકોનાં પરિવારના લોકોને ઘટના અંગે જાણ કરવામાં આવતા પરિવાર આવી પહોંચ્યો હતો. ત્રણ યુવકોનાં મોતને પગલે ત્રણેય પરિવારો પર આભ ફાટી પડ્યું હતું.

   વડનગર વિસનગર હાઇવે પર મલેકપુર ચોકડી પાસે એક આઇસર ટ્રક દ્વારા એક્ટિવાને અડફેટે લીધું હતું. સાતસો સમાજની વાડી પાસે થયેલા અકસ્માતમાં એક્ટિવા પર સવાર ત્રણ યુવકોને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યાં હતા. અકસ્માતના પગલે એકઠા થયેલા ટોળામાં આ મુદ્દે રો, જોવા મળી રહ્યો છે. પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો વિસનગર અને સિપોરના હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે હાલ આઇસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ આદરી છે. 

(8:54 pm IST)
  • ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી : સત્તાધારી પાર્ટી TRS નો 44 બેઠકો ઉપર વિજય : ઓવૈસીની AIMIM પાર્ટીએ 39 બેઠકો કબ્જે કરી : 32 બેઠકો ઉપર ભગવો લહેરાયો : સાંજે 6:30 વાગ્યા સુધીના પરિણામ : કુલ બેઠક 150 : મત ગણતરી ચાલુ : 2016 ની સાલમાં સત્તાધારી પાર્ટી TRS ને 99 તથા ઓવૈસીની પાર્ટીને 44 બેઠકો મળી હતી : ભાજપે 4 બેઠકો ઉપર વિજય મેળવ્યો હતો access_time 7:15 pm IST

  • કોરોના ગાંડોતૂર બનતા અમેરિકાના લોસ એન્જલીસમાં લોકડાઉનની જાહેરાત : લોકડાઉનનની જાહેરાતથી ગુજરાતનો હીરા ઉદ્યોગ ચિંતામાં : ક્રિસમસની ઘરાકી ઉપર પડી શકે છે મોટી અસર : સુરતમાં તૈયાર થયેલા હીરા અને જવેલરીની અમેરિકામાં સારી માંગ હોય છે : ક્રિસમિસના મોટા ભાગના ઓર્ડર સુરતથી રવાના થયા છે access_time 10:47 am IST

  • ઉત્તર પ્રદેશમાં ' લવ જેહાદ ' નો બીજો કેસ : શબાબ નામક મુસ્લિમ યુવકે રાહુલ નામ ધારણ કરી હિન્દૂ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યાનો આરોપ : 1 ડિસેમ્બરના રોજ લગ્ન થવાના હતા : 30 નવેમ્બરથી યુવક યુવતી બંને ગૂમ : આ અગાઉ બરેલી જિલ્લામાં પ્રથમ કેસ બન્યો હતો : બંને કેસમાં પોલીસ તપાસ ચાલુ : જો ગુનો પુરવાર થાય તો 10 વર્ષની જેલસજા અને 50 હજાર રૂપિયા દંડ થઇ શકે access_time 1:46 pm IST