Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મુખ્યમંત્રી સાથે મોકળા મને શ્રેણીમાં ચર્ચા કરવા ગુજરાતભરના અગરીયાઓને નિમંત્રણ: અગર ક્ષેત્રના ઉદ્યમીઓ સાથે થશે ચર્ચા

ગુરુવારે માનવના ભોજનમાં સ્વાદ ઉમેરી સબરસ બનતા મીઠાનું ઉત્પાદન કરતાં અગરીયાઓ મુખ્યમંત્રીના દ્વારે

 

અમદાવાદસંવેદનશીલ સરકારનો નારો આપનારા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રજાજનો સાથે સીધા સંવાદનો કાર્યક્રમમોકળા મનેખૂબ આવકાર પામ્યો છે. કાર્યક્રમ અંતર્ગત સમાજના વિવિધ વર્ગના લોકો દર મહિને મુખ્યમંત્રીશ્રી સાથે સંવાદ કરે છે. મહિને ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ રાજ્યનાઅગર ક્ષેત્રના ઉદ્યમીઓમુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી સાથે રૂબરૂ મુલાકાત કરશે.

  પોતે સ્વાદથી ખારું હોવા છતાં માનવ જીવનના સૌથી મહત્વના પાસા એવા ભોજનમાં ભળી જઈને મીઠાશ ફેલાવે છે. ભારતીય સંસ્કૃતિમાં મીઠાનું અનેરૂં મહત્વ હોય છે. દિવાળીના સપ્રમા દિવસોમાં બેસતા વર્ષે મીઠું ચપટીભર પડીકીમાં ગરીબ વર્ગના લોકો વહેલી સવારેસબરસ લ્યો...” કરતાં વેચવા નીકળે અને ત્યારે સબરસની પડીકી સૌ હરખભેર સારા શુકન તરીકે ખરીદે. સબરસ ખરીદતી વખતે કોઇ ભાવતાલ થતા નથી, તેનું મૂલ્ય પણ જોવાતું નથી. માત્ર ગરીબ વર્ગને બેસતા વર્ષની બોણી કરવાની શુદ્ધ ભાવના સબરસના નામે મીઠું આપણા જીવનમાં ફેલાવે છે.

  મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી દ્વારામોકળા મનેકાર્યક્રમ શ્રેણીના પાંચમા કાર્યક્રમનું આયોજન અગર ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યમીઓ તા. ડિસેમ્બર ૨૦૧૯ના રોજ મુખ્યમંત્રીના નિવાસસ્થાને કરવામાં આવ્યું છે. સંવેદનશીલ સરકાર દ્વારા અગરિયાઓની વિશેષ તકેદારી રાખી શકાય તે માટે વિચરતી જાતિના આગેવાનો સાથે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી ચર્ચા કરશે. જે અગરીયાઓએ સરકારની સહાયમાંથી સ્વયંનો અને સમાજનો વિકાસ કર્યો હોય અને સમાજનો વિકાસ કરવા માંગતા હોય તેમને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મીઠા ઉત્પાદન સાથે સંકળાયેલા મોરબી, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ તથા કચ્છ જિલ્લાનાં કુલ મળી ૮૬ અગરિયા ભાઈઓ ભાગ લેશે તથા પોતાની વ્યથા ઉપરાંત સફળતાની કથા પણ કહેશે.

(11:11 pm IST)