Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

બિન સચિવાલય પરીક્ષાના વિદ્યાર્થીઓના સમર્થનમાં જાણીતા વકતા સંજય રાવલ ગાંધીનગરમાં પહોંચ્યા :

લેખિત રજૂઆત કરવાનું કહેતા પરીક્ષાર્થીઓએ હુરિયો બોલાવ્યો

અમદાવાદ :બિનસચિવાલય કલાર્કની પરીક્ષામાં ગેરરીતિ મામલે વિદ્યાર્થીઓ સવારથી જ મોટી સંખ્યામાં ગાંધીનગર પહોચ્યાં હતા. ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓના સમર્થનમાં જાણીતા વક્તા સંજય રાવલ  આવ્યા હતા. સંજય રાવલે ગાંધીનગરમાં કહ્યું, “ આપણે કોઈ પણ જાતના પોલિટીકલ પ્લેટફોર્મ માટે ભેગા નથી થયા. મારા ઘરમાં દીકરાના લગ્ન છે છતાં મને એમ થયું કે હું તમારી પાસે આવું અને તમારી વાત સાંભળું”

  સંજય રાવલે કહ્યું, “આપણે નોન પોલિટીકલ કોઈના હાથા બન્યા વગર સરકારને આપણે પદ્ધતિસરનો પત્ર લખી સરકારને રજૂઆત કરવી જોઈએ. પોલીસ સાથે ક્યારેય સંઘર્ષણમાં ઉતરવું નહીં. એ લોકો આપણા જેવા જ છે. આપણે પોલીસ સાથે રહીને. એક પણ નુકસાન થયું તો હું ક્યારેય તમારી સાથે રહીશ નહીં. આપણે એક તારીખ નક્કી કરીએ. આપણે  લેખિત રજૂઆત કરીએ. સરકારને માંગ સાંભળવી પડશે

સંજય રાવલે પોલીસની સાથે રહી રજૂઆત કરવાની વાત કરી, સરકારને પરિપત્ર આપવાની વાત કરી તો પરીક્ષાર્થીઓએ તેમની વાત સાંભળી નહોતી અને  હુરિયો બોલાવ્યો હતો. પરીક્ષાર્થીઓ ગાંધીનગરમાંથી બહાર નીકળવા માટે ટસના મસ નહોતા થયા.  સંજય રાવલે જણાવ્યું કે 'મારો મેસેજ એ જ છે કે આ પરીક્ષામાં ગેરરિતી થઈ હોય તો પરીક્ષા કેન્સલ થવી જોઈએ

(9:35 pm IST)