Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

વિરમગામની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી કાઢીને સામુહિક દુષ્કર્મના આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરાઈ

ત્રિપદા સ્કુલ અને સરસ્વતિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સંયુક્ત રેલી : બળાત્કાર એ ઘાતકી ગુનો છે, નરાધમોને સજા આપો, નહિ સહના હૈ અત્યાચાર મહિલા સશક્તિકરણ કા યહી હૈ મુખ્ય વિચાર જેવા સંદેશ લખેલા પ્લે કાર્ડ સાથે વિદ્યાર્થીનીઓએ સુત્રોચ્ચાર કર્યા

 વિરમગામ : હૈદરાબાદમાં સામુહિક દુષ્કર્મ પછી વેટરનરી ડૉક્ટરને સળગાવી દેવાના દેશભરમાં સડક થી સંસદ સુધી ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે ત્યારે અમદાવાદ જીલ્લાના વિરમગામ શહેરની ત્રિપદા સ્કુલ અને સરસ્વતિ વિદ્યાલય શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા રેલી કાઢીને સામુહિક દુષ્કર્મના આરોપીઓને ફાંસી આપવાની માંગણી કરવામાં આવી હતી.

  વિરમગામ શહેરની જાણીત શૈક્ષણીક સંસ્થાઓ ત્રિપદા સ્કુલ અને સરસ્વતિ વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા વિરમગામ શહેરના જાહેર માર્ગ પર રેલી કાઢીને હૈદરાબાદમાં સામુહિક દુષ્કર્મ પછી વેટરનરી ડૉક્ટરને સળગાવી દેનારા આરોપીઓને ફાંસી આપીને ભોગ બનનાર વેટરનરી ડૉક્ટરને ન્યાય આપવાની માંગણી કરવામાં આવી હતી.

  વિદ્યાર્થીનીઓએ હાથમાં તભી કરેગા દેશ પ્રગતિ જબ મહિલાઓ કો મિલેગા રક્ષણ, બળાત્કાર એ ઘાતકી ગુનો છે, નરાધમોને સજા આપો, નહિ સહના હૈ અત્યાચાર મહિલા સશક્તિકરણ કા યહી હૈ મુખ્ય વિચાર જેવા સંદેશ લખેલા પ્લે કાર્ડ લઇને સુત્રોચ્ચાર કર્યા હતા.

(6:39 pm IST)