Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

પેટલાદ તાલુકાના પાળજ નજીક મંત્રેલ પ્રસાદ આપ્યાનો વ્હેમ રાખી ભત્રીજાએ કાકાને માથામાં ધારિયું મારતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત: ગુનો દાખલ કરી તપાસ હાથ ધરાઈ

પેટલાદ: તાલુકાના પાળજ ગામે મંત્રેલો પ્રસાદ આપવાન વહેમ રાખીને ભત્રીજાએ કાકાના માથામાં ધારીયું મારી દેતાં કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં વધુ સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર પાળજ ગામે રહેતા દેસાઈભાઈ હિંમતભાઈ જાદવ ગત ૧લી તારીખના રોજ બપોરના સાડા ત્રણેક વાગ્યાના સુમારે લીમડી ચોક ખાતે નાસ્તો લેવા માટે ગયા હતા જ્યાં તેમનો ભત્રીજો શૈલેષભાઈ મનુભાઈ પરમાર ધારીયું લઈને આવી ચઢ્યો હતો અને ગમે તેવી ગાળો બોલીને મંત્રેલો પ્રસાદ આપ્યો હોવાનો વહેમ રાખી માથામા ંડાબી બાજુ ધારીયું મારી દેતાં લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. દરમ્યાન નજીકમાં ઉભેલા વ્યક્તિઓએ વચ્ચે પડીને વધુ મારમાથી છોડાવ્યા હતા. જતાં જતાં જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

(5:35 pm IST)