Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ નજીક પુરપાટ ઝડપે જતી બસનું ટાયર ફાટતા રેલિંગ તોડીને નીચે બસ ખાબકતા એક મહિલાએ ઘટનાસ્થળેજ દમ તોડ્યો

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા આંકલાવડી ગામની સીમમાં આજે વહેલી સવારના સુમારે પુરપાટ ઝડપે જતી એક લક્ઝરી બસનું ટાયર ફાટતા બસ રેલીંગ તોડીને નીચે ખાબકતાં એક મહિલાનું મોત થયું હતુ જ્યારે બાર જેટલા મુસાફરોને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતની મળતી વિગતો અનુસાર જોધપુરથી એક લક્ઝરી બસ નંબર જીજે-૧૪, ઝેડ-૬૪૩૪ની મુસાફરો ભરીને બેંગ્લોર તરફ જવા નીકળી હતી. આજે સવારના સાડા છ વાગ્યાના સુમારે એક્સપ્રેસ હાઈવે પર આવેલી આંકલાવડી સીમમાંથી પસાર થતી હતી ત્યારે બસનું ટાયર ફાટતા ચાલકનો સ્ટેરીંગ પરનો કાબુ રહ્યો નહોતો અને રેલીંગ તોડીને બસ નીચે ખાબકી હતી જેમાં સવિથાબેન બાબુલાલ જૈન (ઉ. વ. ૫૨, રે. બેંગ્લોર)ને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર જ મોત થયું હતુ જ્યારે બાર જેટલા મુસાફરોને ઈજાઓ થવા પામી હતી.

(5:35 pm IST)