Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

સુરત:હાવડા એક્સપ્રેસ ટ્રેનમાંથી ગઠિયાએ વ્યાપારી પરિવારના 4.71 લાખના દાગીના ભરેલ બેગની ઉઠાંતરી: ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ

સુરત: શહેરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરત વતન મહારાષ્ટ્ર-અમરાવતી જવા માટે અમદાવાદથી હાવડા એક્ષપ્રેક્ષ ટ્રેનમાં સવાર વ્યાપારી પરિવાર ચાલુ ટ્રેનમાં સુઇ જતા વેંત તસ્કરો રોકડ અને દાગીના ભરેલી રૃા. 4.71લાખની મત્તા વાળી બેગ તફડાવીને ભાગી ગયા હતા.

મહારાષ્ટ્રના અમરાવતી નજીકના બાડનેરા ખાતે રહેતો વ્યાપારી પરિવારના જયોતિ નિલેશ પરતાની અમદાવાદ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવ્યા હતા. ગત રોજ લગ્નમાં હાજરી આપી જયોતિબેન પતિ નિલેશ અને નાની બહેન સાથે અમદાવાદ સ્ટેશનથી હાવડા એક્ષપ્રેક્ષ ટ્રેનમાં બેસી વતન મહારાષ્ટ્ર-અમરાવતીના બાડનેરા ખાતે જવા નીકળ્યા હતા. દરમ્યાનમાં ચાલુ ટ્રેનમાં પરતાની દંપતી સહિત ત્રણેય જણા સુઇ ગયા હતા. આ તકનો લાભ લઇ ટ્રેનમાં સહમુસાફરના સ્વાંગમાં સવાર તસ્કરોએ એક બેગ કે જેમાં 5 તોલા વજનનો સોનાનો નેક્લેસ રૃા.1.76 લાખડાયમંડ સેટ રૃા. 94  હજારસોનાની ચેઇન 4 તોલા વજનની કિંમત રૃા. 4 લાખસેમસંગ કંપનીનો મોબાઇલ ફોન રૃા. 50હજારબેંકનો ક્રેડિટ કાર્ડરોકડા રૃા. 10હજાર અને કાંડા ઘડિયાળ ઉપરાંત રેબન કંપનીના ગોગલ્સ મળી રૃા.4.71લાખની મત્તા હતી તે તફડાવીને ચાલ્યા ગયા હતા. અમદાવાદથી સુરત પહોંચે તે પહેલા જ તસ્કરો કસબ અજમાવીને રફુચક્કર થઇ ગયા હતા. જેની જાણ જયોતિ પરતાનીને સુરત સ્ટેશન આવ્યા બાદ થતા તેમણે આ અંગે સુરત રેલવે પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. 

(5:30 pm IST)