Gujarati News

Gujarati News

News of Wednesday, 4th December 2019

મોટર ઘરે હતી અને ટોલ પ્લાઝા ઉપર ટેકસના ૧૪૦ રૂ. કપાઇ ગયા

ફાસ્ટટેગ કંપનીઓને માથાના દુઃખાવો સર્જે તેવી ઘટના

દાહોદ : તા.૧૫ ડિસેમ્બરથી દરેક ટોલબૂથ પર હવે ફાસ્ટેટેગથી ટોલ ટેકસ વસુલવામાં આવશે .તેવા સમયે દેવગઢ બારીયાના એક વાહન માલિકની કાર ભથવાડા ટોલ પ્લાઝા પરથી પસાર થયા વિના જ તેમના ખાતામાંથી ટોલ ટેકસ કપાઇ ગયો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વાહન માલિકે આ નાંણા પરત મેળવવા ખાનગી ઓનલાઇન કંપનીને ફરિયાદ કરી છે ત્યારે ફાસ્ટટેગ વાહન માલિકો માટે આગામી સમયમાં માથાનો દુખાવો બને તો નવાઇ પામવા જેવુ નહી હોય.

દાહોદ-ગોધરા વચ્ચે આવેલા ભથવાડા ટોલ પ્લાઝા પર રોજે ભારે ભીડ જામી રહી છે. કેટલાક વાહન માલિકોએ તો ફાસ્ટ ટેગ લગાવી પણ દીધી છે ત્યારે એક આૃર્ય જનક દ્યટના પ્રકાશમાં આવી છે.જેમાં દેવગઢ બારીયામાં રહેતા એક વાહન માલિક દાહોદ મુકામે ફરજ બજાવે છે પરંતુ તેઓ રોજ બસમાં અપડાઉન કરે છે ત્યારે તેમના જણાવ્યા પ્રમાણે ૨ ડિસેમ્બરની રાત્રે તેમના ઓનલાઇન એકાઉન્ટમાંથી ટોલ ટેકસના ૧૪૦ રૂપિયા કપાયા હોવાનો મેસેજ આવ્યો હતો. જયારે તેમની કાર આ સમયે દ્યરના આંગણાંમાં પડી હોવા છતાં ટોલ ટેકસ કપાતા તેઓ પણ અચરજમાં મુકાઇ ગયા હતા.જેથી તેમણે ફાસ્ટટેગ સાથે લીંક કરેલા ઓનલાઇન એકાઉન્ટમાં ફરિયાદ કરતા કંપનીમાંથી તેમની ફરિયાદનુ જલ્દીથી નિરાકરણ કરવાનો જવાબ પણ આવ્યો છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે વાહન દ્યરે પડયુ હોવા છતાં ટોલ ટેકસ કેવી રીતે કપાઇ શકે છે.આમ જયારે આવી ક્ષતિ સર્જાશે ત્યારે વાહન માલિકો બેન્કો અથવા ખાનગી કંપનીઓને ફરિયાદો કરીને પોતાના નાણાં પરત મેળવવા માથાકુટ જ કરતા રહેશે.

(4:04 pm IST)