Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ખંભાતના વાસણા ગામે ખેતરેથી પગપાળા ઘરે જતા વૃદ્ધનુ બાઈકની ટક્કરે મોત

ખંભાત: તાલુકાના વાસણા ગામે ગઈકાલે ગામમાંથી ખેતરે આવેલા ઘર તરફ જતા એક ૮૦ વર્ષીય ખેડૂતને બાઈકે ટક્કર મારતાં સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે ખંભાત રૂરલ પોલીસે બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર વાસણા ગામના મઈડીયા સીમમાં રહેતા ધીરૂભાઈ ગોવિંદભાઈ પટેલ ગઈકાલે સાંજના છ વાગ્યાના સુમારે ગામમાંથી ચાલતા-ચાલતા પોતાન ઘર તરફ જતા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા બાઈક નંબર જીજે-૨૩, એએલ-૭૮૫૦એ ટક્કર મારતાં ધીરૂભાઈને માથામાં તથા હાથે-પગે ઈજાઓ થવા પામી હતી જેથી તેમને પહેલાં તો ખંભાતની હોસ્પીટલમા સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હાલત ગંભીર હોય કરમસદ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં લઈ જતાં ત્યાં રાત્રીના સુમારે અવસાન થયું હતુ. 
ખંભાત રૂરલ પોલીસે તેમના ભાઈ મુકેશભાઈની ફરિયાદને આધારે ટક્કર મારીને ફરાર થઈ ગયેલા બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે.

 

(7:11 pm IST)