Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ગાંધીનગરની યુવતી ઘરેથી ભાગી સુરત પહોંચી: મદદના બહાને રિક્ષાચાલકે મિત્ર સાથે મળી બળાત્કાર ગુજરી હોસ્પિટલ બહાર ફેંકી ફરાર

સુરત: ગાંધીનગરમાં રહેતી યુવતિ ઘરેથી ભાગ્યા બાદ બસમાં બેસીને મધરાતે સુરત પહોંચતા ડેપો પર ભટકાયેલા રીક્ષા ડ્રાઇવર અને તેનો મિત્રએ મદદના બહાને યુવતિને રૃમ પર લઇ બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં યુવતિને સ્મીમેર હોસ્પિટલ પાસે છોડીને ભાગી ગયાનો બનાવ બન્યો હતો.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ ગાંધીનગરમાં રહેતી એક ૨૭ વર્ષીય યુવતિ શનિવારે ઘરેથી ભાગી હતી. અને બસમા બેસીને મઘરાતે સાડા ત્રણ વાગ્યે સુરત ડેપો પર ઉતરી હતી. તે વખતે યુવતિ નીચે પડી જતાં રીક્ષાચાલક અને તેનો મિત્ર મદદના બહાને પહોંચી ગયા ગયા હતા.

બાદમાં યુવતિને રીક્ષામાં બેસાડીને રીક્ષાચાલકના રૃમ પર લઇ ગયા હતા.જયાં બન્ને મિત્રોએ વારાફરતી યુવતિ પણ બળાત્કાર ગુજાર્યો હતો. પછી રીક્ષામાં બેસાડીને સ્મીમેર હોસ્પિટલની બહાર છોડીને ભાગી ગયા હતા.યુવતિ ચાલતી-ચાલતી મહિધરપુરા પોલીસ સ્ટેશન પહોંચી હતી.અને ત્યાં ફરિયાદ નોંધાવી હતી. યુવતિએ એવી આપવીતી કહી હતી કે, બસમાં પાણી પીધા બાદ અર્ધ-બેભાન જેવી થઇ ગઇ હતી. અને સુરત કેવી રીતે ઉતરી તે પણ ખબર નથી. રીક્ષાચાલક જ્યાં લઇ ગયો હતો તેની આજુબાજુ ઢોરોનો અવાજ આવતો હતો.

 

(7:09 pm IST)