Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ચૂંટણી પછી રેરા, આઇ.ટી., જી.એસ.ટી. અને જંત્રી 'જોર' પકડશે

બાંધકામ ક્ષેત્રના નિયમોના કડક અમલ, આવક વેરા વિભાગની નોટીસ પર બિનહિસાબી સામે આકરી કાર્યવાહી, અને જી.એસ.ટી.નો પ્રભાવ વધારવા સઘન કાર્યવાહી થવાના એંધાણઃ જંત્રીમાં જંગી વધારાની શકતા બળવાન

રાજકોટ તા. ૪ :.. રાજયમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થાય પછી પ્રજાને સ્પર્શતા વિવિધ નવા-જુના કાયદા-નિયમોની અસરકારક અમલવારી માટે સરકાર આગળ વધે તેવા એંધાણ છે. જેમાં ખાસ કરીને રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટી (રેરા), ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ (જીએસટી), આઇ. ટી. (ઇન્કમ ટેક્ષ) અને જંત્રીનો સમાવેશ થાય છે. ચૂંટણી પછી ગુજરાતમાં સરકાર કોની આવે છે તેના પર સંભવીત ઝૂંબેશની તિવ્રતાનો આધાર રહેશે.

સરકાર 'રેરા' ને ગ્રાહકોના હિતમાં ગણાવે છે જયારે બિલ્ડરો માટે રેરા કામગીરીમાં અડચણો ઉભી કરનારો ગણાય છે. રેરાનો કડક અમલ બાંધકામ પ્રવૃતિ પર સીધી અસર કરી શકે છે. તે જ રીતે જી. એસ. ટી. માં સરકારે રાહત આપ્યા પછી હવે તેનો પ્રભાવ વધારારો જી. એસ. ટી.ના અમલમાં ચૂક કરનારા સામે પગલા તોળાઇ રહ્યા છે. ઇન્કમ ટેક્ષ સીધો જ કેન્દ્ર સરકારનો વિષય છે. નોટબંધી પછીના આર્થિક વ્યવહાર અંગે નોટીસો  આપેલી છે તેમજ આપવાની બાકી છે. તે બાબતે અને બીનહીસાબી નાણુ પકડવા આવકવેરા વિભાગ ગુજરાતમાં ધોસ બોલાવવાના મિજાજમાં હોવાનું જાણવા મળે છે. ગુજરાતમાં દર વર્ષે ૧૦ ટકા જંત્રી વધારવાનું સૈધ્ધાંતિક રીતે નકકી થયા પછી રાજકીય કારણોસર છેલ્લા ૬ વર્ષથી સરકારે જંત્રી વધારી નથી તેથી પાઘડીનો વળ છેડે આવી રહ્યો છે. ર૦૧૯ માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ર૦ર૦ માં તાલુકા - જિલ્લા પંચાયતોની ચૂંટણી આવે છે તેથી નવી સરકાર માટે ર૦૧૮ માં જંત્રી વધાર્યા સિવાઇ કોઇ વિકલ્પ દેખાતો નથી. આમ વિવિધ મોરચે ચૂંટણી પછી સરકારી ભીસ વધે તેવી સંભાવના છે.

(9:10 pm IST)