Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

ફ્રાન્‍સના રાષ્‍ટ્રપતિના વિરોધમાં અમદાવાદમાં રસ્‍તા ઉપર ફોટા-સ્‍ટીકર લગાવીને પ્રદર્શનઃ 8 શખ્‍સો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ

અમદાવાદ: ફ્રાન્સના રાષ્ટ્રપતિના વિરોધમાં મંગળવારે શહેરના જુહાપુરા રોયલ અકબર ટાવર પાસે અને શાહપુર પ્રેયસ હાઈસ્કૂલ પાસે જાહેર રસ્તા પર ફોટો સ્ટીકર લગાવવામાં આવ્યાં હતાં. વેજલપુર અને શાહપુર અને વેજલપુર પોલીસે આ કૃત્યને અંધાધૂંધી ફેલાવવાનો ઈરાદો ગણી આ અંગે ગુનો દાખલ કર્યો છે.

સરખેજ જુહાપુરા રોડ પર રોયલ અકબર ટાવર સામે જાહેરમાં અને શાહપુર વિસ્તારમાં પ્રેયસ હાઈસ્કૂલ અને તેની આજુબાજુના વિસ્તારમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિના ફોટો સ્ટીકર વિરોધ અર્થે લગાવવામાં આવ્યા હતા. આ ફોટો પર બુટની છાપ રાખવામાં આવી હતી. આવા 100 થી 150 જેટલા સ્ટીકરો જાહેર રોડ પર બપોરે 12 થી 12.30 વાગ્યાના સુમારે લગાવવામાં આવ્યા હતા.

વેજલપુર પોલીસે આ કૃત્યને મુસ્લિમ ધર્મના લોકોની લાગણી ઉશ્કેરાય સને લોકોમાં અંધાધૂંધી ફેલાય તેવું કૃત્ય ગણી 8 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જેમાં મો.યુનુસ સબદરહુસેન કાદરી (ઉં,50), નઝમાબહેન કરીમભાઈ કુરેશી (ઉં,46), મો.યુનુસ નૂરમીયા શેખ(ઉં,54), મુસ્તકિંમ અબ્દુલકાદર માસ્ટર (ઉં,36), અસરારબેગ અબ્દુલસકુર મીરઝા(ઉં,59), મો.સલીમ હુસેન શેખ (ઉં,45),અને અબ્દુલહનીફ મો.હનીફ શેખ (ઉં,48)નો સમાવેશ થાય છે.

શાહપુર પોલીસે આ અંગે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. જે મુજબ આ પ્રકારના સ્ટીકર તૈયાર કરનાર, પ્રિન્ટ કરનાર, લગાવનાર તમામ લોકોને આરોપી ગણવામાં આવ્યાં છે.

(5:20 pm IST)