Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

પેટા ચૂંટણીમાં કોંગ્રેસને ૪ થી પ બેઠક મળશેઃ હાર્દિક પટેલ

રાજકોટ તા. ૪ :.. ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસને ૪ થી પ બેઠકો મળશે. તેવો મત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે વ્યકત કર્યો છે.

હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ૮ બેઠકો ઉપર ગઇકાલે યોજાયેલ મતદાન બાદ આજે પોતાનો મત વ્યકત કર્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે સૌરાષ્ટ્ર-કચ્છની પ સહિત ગુજરાતની ૮ બેઠકો ઉપર ચૂંટણી સભાઓ અને મીટીંગોનો ધમધમાટ કર્યો હતો.

(3:30 pm IST)