Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

GTUની એન્જિનિયરીંગની સેમ-3ની પરીક્ષા 1લી ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમ્યાન ઓફલાઇન મોડમાં લેવાની જાહેરાત

અગાઉ ઓફલાઇન લેવા મામલે વિવાદ થતા પરીક્ષા મોકુફ રાખીને જાન્યુઆરીમાં પરીક્ષા યોજવાનો નિર્ણય કરાયો

અમદાવાદ :કોરોના વાયરસને કારણે આ વર્ષે શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ મોટી અસર પડી છે. વિદ્યાર્થીઓના અભ્યાસથી લઇને તેમની પરીક્ષાઓ પર પણ તેની અસર જોવા મળી રહી છે. ત્યારે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (GTU) દ્વારા આ વર્ષે સેમિસ્ટર 3,5 અને 7ની પરીક્ષા 1લી ડિસેમ્બરથી 14 ડિસેમ્બર દરમ્યાન ઓફલાઇન મોડમાં લેવાની જાહેરાત કરાઇ છે. જો કે આ જાહેરાતની સાથે જ એન્જિનિયરીંગના સેમિસ્ટર 3ની પરીક્ષા ઓફલાઇન લેવા મામલે વિવાદ સર્જાયો હતો. જેથી આ પરીક્ષા હાલ પુરતી મોકુફ રાખીને જાન્યુઆરીમાં પરીક્ષા યોજવાનો GTU દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે.

ડિપ્લોમામાંથી ડિગ્રી એન્જિનિયરીંગમાં પ્રવેશ લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે ડિગ્રી એન્જિનિયરીંગના સેમિસ્ટર-3માં પ્રવેશ માટેની પ્રક્રિયા ચાલુ છે. ત્યારે સેમિસ્ટર-3 અંગેની પરીક્ષા યોજવાના નિર્ણયને લઈ કેટલાંક સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આખરે એન્જિનીયરીંગની સેમિસ્ટર-3ની પરીક્ષા ડિસેમ્બર મહિનાને બદલે પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ જાન્યુઆરીમાં લેવાશે.

ડિગ્રી એન્જિનિયરીંગ સેમિસ્ટર-3માં પ્રવેશ પ્રક્રિયા ચાલતી હોવાથી પરીક્ષા પાછી ઠેલાઇ છે. મહત્વનું છે કે, અગાઉ સેમિસ્ટર-3ની પરીક્ષા 1લી ડિસેમ્બરથી યોજાશે તેવો નિર્ણય કરાયો હતો. પરંતુ હવે જે વિદ્યાર્થીઓ ડિપ્લોમામાંથી ડિગ્રીમાં પ્રવેશ લેવા ઈચ્છે છે તેમની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કર્યા થયા બાદ જ પરીક્ષા લેવાશે. તમામ તાલુકા કેન્દ્રો પર ઓફલાઈન મોડમાં આ પરીક્ષા લેવાશે.

(11:27 am IST)