Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

અયોધ્યા કેસના નિર્ણંય પહેલા અમદાવાદના સંવેદનશીલ જુહાપુરામાં ભાઈચારો જાળવવા અનોખો કાર્યક્રમ યોજાયો

સુપ્રિમકોર્ટનો ચુકાદો સર્વોપરી ગણવો :મેસેજોની દોરવાઈ જવું નહીં : કોઈપણ સંજોગોમાં અરાજકતાથી દૂર રહેવું

 

અમદાવાદ : શહેરના જુહાપુરા વિસ્તારમાં સમગ્ર દેશને ઉદાહરણ પુરો પાડતા કાર્યક્રમનું આયોજન કરાયુ હતુ. સમગ્ર દેશની જેની પર નજર છે એવો અયોધ્યાનો ચુકાદો થોડા દિવસોમાં આવાનો છે. જેને ધ્યાનમાં રાખીને ક્યાય પણ માહોલ ન બગડે તે માટે જાગૃતી લાવવાનો પ્રયાસ શહેરના સંવેદનશીલ ગણાતા જુહાપુરમાં યોજાયો હતો. આ કાર્યક્રમમમાં અનોખુ અને આવકારદાયક પગલુ ભરવામાં આવ્યું હતું.

અમન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થાનિક લોકોને રજુઆત કરાઈ હતી કે સુપ્રિમ કોર્ટનો જે પણ ચુકાદો આવે તેને સર્વોપરી ગણવો જોઈએ કેમ કે સુપ્રિમ કોર્ટએ દેશની સર્વોચ્ચ અદાલત છે અને તેનો ચુકાદો ઘણો વિચારીને અપાતો હોય છે. તેથી તેનુ સન્માન કરવુ જોઈએ તેમ જ હાલમાં ફેલાતા કોઈ પણ મેસેજોથી દોરવાઈ ન જવુ તેમ જ કોઈ પણ મેસેજ ફોરવર્ડ ન કરવા જેથી કોઈ પણ સંજોગોમાં અરાજકતા ન સર્જાય..આ કાર્યક્રમમાં પુર્વ આઈ પી એસ એ.આઈ સૈયદ સહિત મુસ્લીમ અગ્રણી હાજર રહ્યા હતા.

(12:25 am IST)