Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

સુરતના ભટાર વિસ્તારમાં 19 વર્ષીય નરાધમે 4 વર્ષીય માસુમ બાળકીની સાથે દુષ્કર્મનો પ્રયાસ આચરતા અરેરાટી

સુરત: શહેરના ભટાર વિસ્તારમાં 19 વર્ષીય યુવાને 4 વર્ષની માસુમ બાળાની એકલતાનો લાભ લઇ શારિરીક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કર્યાની ફરિયાદ ખટોદરા પોલીસ મથકમાં નોંધાય છે.

ભટાર વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની શોભનાબેન (નામ બદલ્યું છે) આજે સવારે રાબેતા મુજબ ઘરકામ કરવા જવા માટે નીકળી હતી. ઘરકામની નોકરી કરવા જતા પૂર્વે શોભનાએ પોતાની ચાર વર્ષની પુત્રીને ભાઇના ઘરે ભાભી પાસે મુકી ગઇ હતી. દિવસ દરમિયાન શોભનાની ભાભી પોતાના કામમાં વ્યસ્ત હતી ત્યારે પડોશમાં રહેતો મનિષ બાલગોવિંદ મૌર્યાએ ચાર વર્ષની માસુમ બાળાને અડપલા કરી દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં શોભના વ્હાલસોયી પુત્રીને પરત લેવા આવી ત્યારે માસુમ બાળાએ મનિષે કરેલા અધમ કૃત્ય અંગેની જાણ કરતા તે ચોંકી ગઇ હતી અને ઘટના અંગે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. મનિષ તેના પિતા અને એક ભાઇ સાથે રહે છે અને કાર ધોવાનું કામ કરે છે.

(5:55 pm IST)