Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

સુરત:કતારગામમાં આઈપીએલની મેચ પર ઓનલાઇન સટ્ટો રમતા યુવાનને પોલીસે ઝડપી 54 હજારનો મુદામાલ જપ્ત કર્યો

સુરત: કતારગામ લલીતા ચોકડી પાસેથી પોલીસે આઇપીએલની મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહેલા યુવાનને ઝડપી પાડી રૂ. 54 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે 7 જણાને વોન્ટેડ જાહેર કર્યા છે.

કતારગામ લલીતા ચોક્ડી નજકી જમનાબા કોમ્પ્લેક્ષના પાર્કીંગમાંથી પોલીસે બાઇક નં. જીજે-14 એએસ-5969 પર બેસેલા ભરત વશરામ સાસલા (ઉ.વ. 35 રહે. 244, નંદનવન સોસાયટી, બાપા સીતારામ ચોક, કતારગામ અને મૂળ. દામનગર, તા. લાઠી, જિ. અમરેલી) ને ઝડપી પાડયો હતો. ભરત આઇપીએલની દિલ્હી કેપીટલ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની મેચ પર ઓનલાઇન સટ્ટો રમી રહ્યો હતો.

ભરતનો મોબાઇલ ચેક કરતા તેમાં તેના નામનું આઇડી ઓપન હતું અને મેચના સેશન મુજબનો ભાવ દર્શાવ્યો હતો. જયારે બીજા મોબાઇલમાં બોલ ટુ બોલ પર હારજીતના ભાવ ઉપર સટ્ટો રમી રહ્યો હતો. પોલીસે બે મોબાઇલ, બાઇક અને રોકડ મળી રૂ. 54 હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે આઇડી આપનાર સહિત 8ને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

(6:17 pm IST)