Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળો પર સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં બે શખ્સોના મોત

નડિયાદ : ખેડા જિલ્લામાં ત્રણ અલગ અલગ સ્થળો પર અકસ્માતો સર્જાયા હતા.ખેડા-ધોળકા રોડ ઉપર આવેલ એક હોટલ નજીક અને નડિયાદ શહેરના પારસ સર્કલથી મહાગુજરાત રોડ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયા હતા.જ્યારે મહુધા તાલુકાના વડથલ બસસ્ટેન્ડ રોડ ઉપર અકસ્માત થયો હતો. ત્રણેય અકસ્માતના બનાવમાં વ્યક્તિઓના મૃત્યુ નિપજયા હતા જ્યારે વ્યક્તિઓને શરીરે ઇજાઓ પહોચી હતી.

વસો હવેલી મહોલ્લોમાં રહેતા જયદીપવન ગોસ્વામીના માસી વિમળાબેન ત્રાજ થી રઢુ જવા રીક્ષામાં નિકળ્યા હતા.તે સમયે ખેડા થી રઢુ તરફ જવાના રોડ ઉપર આવેલ એક હોટલ નજીકથી પસાર થઇ રહ્યા હતા તે સમયે સામેથી આવતી એક ગાડીના ચાલકે રીક્ષાને અડફેટ મારી હતી.જેથી રીક્ષામાં સવાર વિમળા બેનને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોચતા મૃત્યુ નિપજયુ હતુ.જ્યારે રીક્ષામાં બેઠેલ અન્ય મૂસાફરોને શરીરે ઇજાઓ પહોચી હતી.બનાવ અંગે જયદીપવન ઉર્ફે જયેશ ગોસ્વામીએ ખેડા ટાઉન પોલીસ મથકે ગાડીના ચાલક વિરુધ્ધ ફરિયદ નોંધાવી છે. આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના બામરોલીમાં રહેતા રાહુલભાઇ વાઘેલા અને તેમના પિતા પ્રતાપભાઇ જમીનના કામથી નડિયાદ આવ્યા હતા. કામ પૂર્ણ કરી પિતા-પુત્ર ઘરે પરત ફરી રહ્યા હતા તે સમયે શહેરના પારસ સર્કલ થી મહાગુજરાત રોડ ઉપર પસાર થઇ રહ્યા હતા તે સમયે એક મોટર સાયકલના ચાલકે તેનુ મોટર સાયકલ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રાહુલભાઇના મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી મોટર સાયકલ પર સવાર પિતા-પુત્ર જમીન પર પટકાયા હતા.જેમાં પ્રતાપભાઇને શરીરે વધુ ઇજાઓ પહોચતા તેમને પ્રાથમિક સારવાર નડિયાદ શહેરની એક ખાનગી હોસ્પિટલમાં ત્યાથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.જ્યા તેઓનુ આજરોજ સારવાર દરમ્યાન મોત નિપજયુ હતુ.બનાવ અંગે રાહુલભાઇ પ્રતાપભાઇ વાઘેલાએ નડિયાદ ટાઉન પોલીસ મથકે અકસ્માત સર્જનાર મોટર સાયકલના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

(6:11 pm IST)