Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

હવે, કેદીઓના મહા રમતગમત કુંભ તરફ ગુજરાતે મક્કમ ડગ માંડયા

દેશની જાણીતી શિક્ષણ યુનિ. વી.આઇ.ટી.ના ડાયરેકટર ડો.ઇન્‍દુરાવ અનુ ioc ચેરમેન શ્રીકાંત માધવ વૈદ્ય સહિતના અગ્રણીઓની ઉપસ્‍થિતિમાં ગાંધીજયંતિએ શુભારંભ : કેદીઓ ફુરસત સમયે મનમાં ગુન્‍હાખોરીના પ્‍લાન ઘડી સફળ થવાના મનસૂબા ન બનાવે તે માટે તેમના મનને વિવિધ રમત ગમત તરફ વાળવાનો હેતુ : ડો.કે.એલ.એન.રાવ

રાજકોટ તા. ૪: ગુજરાત સહિત દેશભરની જેલોમાં બંધ કેદીઓને તંદુરસ્‍ત સ્‍પર્ધા તરફવાલી તેમને વિવિધ રમત ગમત તરફ વાળવા શંણૂ દ્વારા શરૂ થયેલ અદભૂત કાર્યનો ગુજરાતભરમાં મુખ્‍ય સમારોહનો દબદબાભેર પ્રારંભ અમદાવાદ ખાતે ગુજરાતની જેલોના જેલવડા એવા સિનિયર આઇપીએસ ડો.કે.એલ.એન.રાવ તથા દેશની  ટોચની યુનિ.વેલૂર અર્થાત્‌ વી. આઈ.ટી..ના ડાયરેકટર અને જાણીતા  શિક્ષણવિદ ડો.ઇન્‍દુ રાવ હસ્‍તે કરવામાં આવ્‍યો હતો.
પરિવર્તન નામક પૂજય મહાત્‍મા ગાંધી સહિત વિવિધ મહાનુભાવોના જન્‍મદિવસે પ્રારંભ થયેલ આ અનોખા કાર્યક્રમ પરિવર્તનમાં iocના ચેરમેન શ્રીકાંત માધવ વેધ સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેલ.  
દેશભરની કોઈ જેલોમાં ન થયા હોય તેવા ગુજરાતમાં કેદીઓને આત્‍મ નિર્ભર બનાવવા સાથે કેદીઓ દ્વારા જ મેઇક ઈન ઈન્‍ડિયા પ્રોજેકટ ને આગળ ધપાવવા કેદીઓ દ્વારા કરોડોરૂપિયાના ટર્ન ઓવર વાળા બિઝનેસ જે ડો.કે. એલ.એન.રાવ ટીમ દ્વારા ચાલે છે તેની નોંધ રાજય સરકાર અને કેન્‍દ્ર દ્વારા લેવામાં આવી છે. કેન્‍દ્ર દ્વારા એક માત્ર ગુજરાતને જ શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ મળ્‍યો છે,તેમ ડો.રાવ દ્વારા જણાવાયું છે. તેવો દ્વારા વિશેષમાં પોતાના દ્વારા લિખિત અદભૂત જેલ પુસ્‍તક દરેક પાકા કામના મુકત થનાર કેદીઓને વિના મૂલ્‍યે આપવાની જાહેરાત કરી છે, એક અંદાજ મુજબ વર્ષે એક હજાર કેદી મુકત થાય છે.  તેઓ દ્વારા વિશેષમાં જણાવાયેલ કે, કેદીઓ ને વિવિધ રમત ગમત માટે સાધનો પણ પૂરા પાડવા સાથે તે બાબતે વિશેષ તાલીમ આપવામાં આવશે.

 

(10:26 am IST)