Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

દરેક નાગરીકે સ્વચ્છતા અભિયાનમાં ભાગ લઇ સ્વચ્છ ભારત અભિયાનને સાર્થક બનાવવું એ આપણુ કર્તવ્ય છે : ર્ડા પ્રેમ પ્યારીબેન તડવી

નેહરૂ યુવા કેન્દ્ર નર્મદા ના સ્વંસેવકો, યુવા મંડળ, મહીલા મંડળના સદસ્યો દ્વારા સ્વચ્છ ભારત અભિયાન કાર્યક્રમ અંતર્ગત બોરીયા ગામે સિંગલ યુઝડ પલાસ્ટીક નુ એકત્રીકરણ કરાયુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નેહરૂ યુવા કેન્દ્ર અને જિલ્લા પ્રસાસન નર્મદા દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત જિલ્લામાં ગ્રામ્ય સ્તરે વિવિધ કાર્યક્રમો દ્વારા સ્વછતા સંદેશ આપવાનુ કામ નેહરૂ યુવા કેન્દ્ર નર્મદાના રાષ્ટ્રીય સ્વયંસેવો કરી રહયા છે. ગરૂડેશ્વર તાલુકાના બોરીયા ગામે સામાજીક કાર્યકર અને જનજાતી કલ્યાણના પ્રાંત અધિકારી ડૉ પ્રેમપ્યારીબેન તડવીની અગવાદમાં આજે બોરીયા ગામના વિવિધ માર્ગ અને ગામમા પડેલ સીંગલ યુઝડ પ્લાસ્ટીક તથા અન્ય કચરો એકત્ર કરી સ્વછતા બેગમાં ભરવામાં આવ્યો,સ્વચ્છતા કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયસેવકો શંકરભાઇ તડવી આંચલબેન તડવી રજનીશભાઇ તડવી વિગેરે યુવાઓ તથા યુવા મંડળના સદસ્યો ગ્રામજનોને ઘર ઘરે જઇ સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેસ આપ્યો, અને હંમેશા સફાઇ રાખવા અનુરોધ કર્યો, કારણકે બીમારી પણ ગંદકીથી જ આવે છે જે આપણા જીવનને ખુબ પ્રભાવીત કરે છે.

(10:38 pm IST)