Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સુરતના ખજોદમાં મિત્ર સાથે દારૂ પીવા ગયેલ યુવાન પર અજાણ્યા ઇસમોનો જીવલેણ હુમલો: ચપ્પુના ઘા મારી રોકડ સહીત લૂંટ ચલાવતા અરેરાટી

સુરત: શહેરના ખજૂર ગામમાં ગઈકાલે રાત્રે મિત્ર સાથે દારૂ પીવા ગયેલા યુવાન પર અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઉપરા છાપરી ઘા મારી રોકડ રૂપિયા 900 અને ચાંદીની ચેન લૂંટીને બાંધી દીધો હતો જોકે તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

નવી સિવિલ હોસ્પિટલ કે મળેલી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને હાલમાં પાંડેસરામાં ભીડભંજન પાસે આશાપુરી સોસાયટીમાં રહેતો 18 વર્ષીય જયસિંગ નિશાદ સંચાખાતામાં કામ કરીને પરિવારને મદદરૂપ થાય છે.

ગઈકાલે રાત્રે તે તેના મિત્ર પીન્ટુ સાથે ખજોદગામમાં દારૂ પીવા ગયા હતા બાદમાં ખજોદગામની જાડી પાસે અજાણ્યા ઈસમોએ જયસિંગને માર મારતા હતા ત્યારે તેની સાથે આવેલો મિત્રો પિન્ટુ ત્યાંથી ભાગી છૂટ્યો હતો બાદમાં અજાણ્યા ઈસમોએ તેને ચપ્પુનો ઉપરાછાપરી ઘા મારી ઈજા પહોંચાડીને ગુરુકુળ રૂપિયાનો શો અને ચાંદીની ચેન લૂંટી લીધી હોવાના આક્ષેપ કર્યા હતા.

(5:47 pm IST)