Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

સુરતના રાંદેર વિસ્તારમાં તસ્કરોનો તરખાટ: ટ્યુશન ક્લાસીસ સહીત બે ઠેકાણે દુકાનના તાળા તૂટ્યા: પોલીસે રંગે હાથે ધરપકડ કરી

સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં સક્રિય થયેલી તસ્કર ટોળકીએ આજે વ્હેલી સવારે બે કલાકમાં રાંદેર રોડ તાડવાડી સ્થિત ટયુશન કલાસીસ સહિત બે ઠેકાણે અને પાલનપુર જકાતનાકા વિસ્તારની ત્રણથી ચાર દુકાનના શટર વચ્ચેથી ઉંચું કરી ચોરીનો કસબ અજમાવ્યો હતો.

રાંદેર રોડ તાડવાડી ક્રોઝવે રોડની શિવશક્તિ કરિયાણા પ્રોવિઝન એન્ડ જનરલ સ્ટોર્સ નામની દુકાનમાં સોમવારે રાત્રે બે ચોર ત્રાટકયા હતા અને બંન્ને ચોર સીસીટીવીમાં કેદ થઇ ગયા હતા. ચોરનું પગેરૃ પોલીસ મેળવે તે પહેલા ગત રાત્રે બંન્ને ચોર પુનઃ ત્રાટકયા હતા અને એક નહિ પરંતુ ચારથી પાંચ જગ્યાએ ચોરીનો કસબ અજમાવ્યો હતો. રાંદેર રોડ તાડવાડી સ્થિત શિવમ એપાર્ટમેન્ટમાં આવેલી દિપીકા સ્ટોર્સ નામની કરિયાણાની દુકાનમાં શટરને વચ્ચેના ભાગેથી ઉંચુ કરી અંદર પ્રવેશી કાચનો દરવાજો તોડી કેશ કાઉન્ટરમાંથી રેકઝીનની બેગમાં મુકેલા રોકડા રૃા. 1.40 લાખ ઉપરાંત પત્ની અને બે સંતાનના આધારકાર્ડ, પાનકાર્ડ, બે મોટરસાઇકલ અને એક કારની આર.સી બુક સહિતના મહત્તવના દસ્તાવેજો ચોરી ગયા હતા

(5:41 pm IST)