Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

ફી નિયમન સમિતિ દ્વારા કોલેજોએ ઉઘરાવેલ ૬૮ લાખની કોશલ મની છાત્રોને પરત અપાવી

એફઆરસી દ્વારા વાઘોડીયાની કોલેજો સામે પગલા...

રાજકોટ, તા. ૪ :. ગુજરાત રાજ્ય ફી નિયમન સમિતિ (ટેકનીકલ)ની તાજેતરમાં જસ્ટીસ અક્ષય મહેતાના અધ્યક્ષસ્થાને મળેલી કોશલ મની પરત આપવાના પ્રશ્ને કરાયેલ સમીક્ષા અંતર્ગત એફ.આર.સી. દ્વારા કરાયેલ દંડાત્મક કાર્યવાહી બાદ કુલ ૬૮ લાખથી વધારે રકમ વિદ્યાર્થીઓને પરત આપવામાં આવેલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને એફ.આર.સી.ના સભ્યશ્રી ડો. કમલેશ જોશીપુરાએ આ માહિતી આપતા જણાવ્યું હતુ કે, દંડાત્મક કાર્યવાહી બાદ પણ જે સંસ્થાઓએ હજુ કોશલ મની ફીની રકમ પાછી આપેલી નથી તેવી પ્રાઈવેટ યુનિવર્સિટી સંલગ્ન સંસ્થાઓ સામેની કાર્યવાહી કરવા અર્થે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને સાથે રાખી અને કાર્યવાહી કરવા માટે નિર્ણય લેવામાં આવેલ છે.

ડો. કમલેશ જોશીપુરાએ જણાવ્યુ છે કે, રાજ્યમાં સ્વનિર્ભર સંસ્થાઓમાં પ્રોફેશ્નલ કોર્ષિસ ફી નિયત કરવા માટે ૨૦૦૭માં અસ્તિત્વમાં આવેલ કાયદાની જોગવાઈ દસ (૨) હેઠળ પ્રોફેશ્નલ કોર્ષિસની ફી નિયત કરવા માટેની દરખાસ્ત કરવી ફરજિયાત છે. તાજેતરમાં સેપ્ટ યુનિવર્સિટી દ્વારા માસ્ટર ઈન અર્બન પ્લાનીંગ સંદર્ભે આવી દરખાસ્ત મળેલ ન હોય આગળની કાર્યવાહી કરવા અર્થે પણ નિર્ણય લેવામાં આવેલ છે.

નિયત કરેલી ફી સિવાય કોશન મની ડીપોઝીટના નામે અન્ય કોઈ ફી લઈ શકાતી નથી તે સંદર્ભમાં એફ.આર.સી.એ ત્વરિત કાર્યવાહી કરી દાખલારૂપ દંડ માટે નિર્ણય લીધો છે ત્યારે સંસ્થાઓ આવી ફી પરત આવવાનું શરૂ કરેલ છે.

વાઘોડીયાની એમબીએ, એમસીએ, ઈજનેરી, આર્કિટેકટ, ફાર્મસી સંસ્થાઓએ નીચેની વિગતો મુજબ તેમના વિદ્યાર્થીઓને કોશલ મની / ડીપોઝીટની કુલ રકમ રૂ. ૬૮,૦૩,૦૦૦ પરત કરેલ છે અને સમિતિ દ્વારા જુલાઈ ૨૦૧૯માં આ કારણ સબબ દંડ કરાયેલ હતો, તેમા છૂટછાટ આપવા માટે અરજ કરેલ છે.

તદુપરાંત જે સંસ્થાઓએ સમિતિ દ્વારા જુલાઈ ૨૦૧૯માં કરાયેલ દંડના હુકમ પર કોઈ આનુસાંગિક કાર્યવાહી કરેલ નથી તેવી પ્રાઈવેટ યુનિવર્સિટીની સંલગ્ન સંસ્થાઓ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, ન્યુ દિલ્હી (યુજીસી) અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે જોડાણ ધરાવતી સંસ્થાઓ માટે જીટીયુને તેમના કાયદાની જોગવાઈઓ મુજબ કડક પગલા લેવાની ભલામણ કરવાનું સમિતિએ ઠરાવેલ છે.

વધુમાં સેપ્ટ યુનિવર્સિટી દ્વારા કાર્યરત 'માસ્ટર ઈન પ્લાનીંગ'નો પ્રોગ્રામ, કાયદા દ્વારા નોટિફાય થયેલ પ્રોગ્રામની યાદીમાં સમાવિષ્ઠ હોવા છતા સેપ્ટ યુનિવર્સિટી દ્વારા તેની ફી સમિતિ પાસે નિયત કરાવેલ નથી. તે બાબતની ગંભીરતાને ધ્યાને લઈને સમિતિ આ સંસ્થા પર કાયદાની જોગવાઈઓ મુજબની આગળ કાર્યવાહી કરશે

(11:50 am IST)
  • વડોદરા જીલ્લા પંચાયતના પ્રમુખ પદે ભાજપના ટેકાથી ઇલાબેન ચૌહાણનો વિજય : ઇલાબેને કોંગ્રેસના નીલાબેનને આપી હાર access_time 1:00 pm IST

  • સાત ઓક્ટોબરથી ઇન્કમટેક્સ દ્વારા ઇ-એસેસમેન્ટનો પ્રારંભ:ન્યુઝ ફર્સ્ટના અહેવાલ મુજબ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સાત ઓક્ટોબરથી ઇ-એસેસમેન્ટ પ્રોસેસ શરૂ કરશે અને સહુ પ્રથમ ૫૮ હજાર કેસો હાથમાં લેશે. access_time 7:30 pm IST

  • સાંજે ૭ વાગે ઇન્સેટ તસવીરમાં સૌરાષ્‍ટ્ર માં કયાંક કયાંક વાદળા જોવા મળે છે જયારે મહારાષ્‍ટ્ર અને દક્ષ્ણિના રાજયોમાં ધટાટોપ વાદળા છવાયા access_time 8:36 pm IST