Gujarati News

Gujarati News

News of Wednesday, 4th September 2019

વિરમગામ શહેરના રાજમાર્ગો પર જૈન શાસન દેવની ભવ્ય શોભાયાત્રા

શોભાયાત્રામાં ધર્મઘજા, માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નોની ઝાંખી: ચાંદીનો ભગવાનના રથ સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા

(વંદના નીલકંઠ વાસુકિયા  દ્વારા ) વિરમગામ: વિરમગામ શાંતીનાથ જીનાલય થી વિરમગામના રાજમાર્ગો પર જૈન સમુદાય તેમજ સાધ્વીજી કર્મજીતાશ્રીજી મ.સા આદીઠાણાની શુભનીશ્રામાં બુધવારે જૈન શાસન દેવની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વિરમગામ શ્વેતામ્બર મૂર્તી પૂજક જૈન સંઘનાં આંગણે સાધ્વીજી કર્મજીતાશ્રીજી મ.સા આદીઠાણાની શુભ નિશ્રામાં ઉલ્લાસભેર પર્યુષણ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી

  . પર્યુષણ પર્વ સમાપ્ત થયા બાદ બુધવારે શાંતીનાથ જીનાલય થી શહેરના રાજમાર્ગો પર જૈન શાસન દેવની  ભવ્ય શોભાયાત્રા કઢાવવા આવી  હતી. શોભાયાત્રામા ધર્મઘજા, માતા ત્રિશલાને આવેલા 14 સ્વપ્નોની ઝાંખી, ચાંદીનો ભગવાનનો કલાત્મક રથ, શણગારેલી ઊંટલારીઓ, બગીઓ, શણણાઇ વાદક,  ઢોલ નગારા ત્રાસા, બેન્ડબાજા સાથે સમસ્ત જૈન સમાજના શ્રાવક શ્રાવીકાઓ, યુવાનો બાળકો મોટી સંખ્યામાં જોડાયાં હતાં. શોભાયાત્રા વિરમગામ નગરમાં ફરીને શાંતિનાથ જિનાલયે પરત ફર્યા પછી જૈનવાડી ખાતે સ્વામીવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.

(7:42 pm IST)